ડેથ વોરંટ જારી થવાનો અર્થ ચોક્કસ ફાંસી બિલકુલ નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/Nirbhaya.jpg)
કેટલાક ખુબ ચકચારી પ્રકરણમાં ડેથ વોરંટ રદ થયા છે અથવા તો તેના પર ઉચ્ચ અંદાલતો દ્વારા પ્રતિબંધ મુકાયો
નવી દિલ્હી, નિર્ભયા બળાત્કાર અને હત્યાકાડના મામલામાં કોર્ટે બીજી વખત ચાર દોપિતો માટે ડેથ વોરંટ જારી કરી દીધા છે. છેલ્લા વર્ષના આવા મામલામાં ધ્યાન આપવામાં આવે તો કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવે છે. જેના આધાર પર કહી શકાય છે કે ડેથ વોરંટ જારી કરવાનો અર્થ ચોક્કસ ફાંસી તે બિલકુલ નથી. કેટલાક કેસોમાં અથવા તો વર્ષ ૨૦૧૯માં છ મામલામાં ડેથ વોરંટ રદ થઇ ગયા છે અથવા તો ઉચ્ચ અદાલતો દ્વારા તેમના પર સ્ટે મુકી દીધો છે. દિલ્હીના નેશનલ લો યુનિવર્સિટીના પ્રોજેક્ટ ૩૯ એના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૯માં દેશની જુદી જુદી કોર્ટ દ્વારા છ ડેથ વોરંટ જારી કર્યા હતા. આ તમામ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકી દેવામાં આવ્યા હતા.
ડેથ વોરંટમાં અપરાધી માટે ફાંસીની તારીખ નક્કી કરવામાં આવે છે. તે દોષિતોને ફાંસી આપવાના અંતિમ તબક્કા પૈકી એક છે. આ સામાન્ય રીતે એક અપરાધી દ્વારા તમામ પ્રકારના વિકલ્પોનો ઉપયોગ કરી લેવામાં આવ્યા બાદ જારી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ના અંતમાં દેશભરમાં ૪૦૨ એવા લોકો હતા જેમને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી હતી.
૭૬ એવા શખ્સો છે જે લોકો મહારાષ્ટ્રના છે. તેમને ફાંસીની સજા કરવામાં આવેલી છે. બીજા નમ્બર પર મધ્યપ્રદેશ છે. સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ૧૭મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓની સામે નવેસરથી ડેથ વોરંટ જારી કર્યું હતું. આ ગુનેગારોને હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે સવારે છ વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. ચારેયને પહેલા ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપવામાં આવનાર હતી પરંતુ એક દોષિતે દયાની અરજી દાખલ રી હતી.
દયાની અરજી દાખલ કરાયા બાદ નવી પ્રક્રિયા હેઠળ નવેસરથી ડેથ વોરંટ જારી કરવાની ફરજ પડી હતી. આ પહેલા દિલ્હીની એક અદાલતે ૭મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓને મોતની સજા માટે ડેથ વોરંટ જારી કરી દેતા નરાધમોને ક્યારે ફાંસી અપાશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. જા કે, આજે તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. કારણ કે, નવેસરથી ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા છે. પટિયાળા હાઉસ કોર્ટે ૭મી જાન્યુઆરીના દિવસે લાંબી સુનાવણી કરી હતી. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ અપરાધી મૃત્યુદંડની સજાનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૭૬ લોકોને ફાંસીની સજા થઇ ચુકી છે. મહારાષ્ટ્રમાં આંકડો અન્ય કરતા આગળ રહેવા માટે કેટલાક કારણો રહેલા છે.