ડેથ સર્ટિફિકેટ પર શા માટે કોરોના નથી લખતા?ઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું
કોરોનાથી મરનારાના પરિવારને સહાયના મુદ્દે સુનાવણીઃ રાજ્ય સરકારોને મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજાેમાં મૃત્યુના કારણ તરીકે કોરોના નોંધવાનો નિર્દેશ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે સુનવણી દરમ્યાન કેન્દ્ર સરકારન પૂછ્યું હતું કે જે લોકોના કોરોના સંક્રમણના લીધે મોત થઈ રહ્યા છે તેમના ડેથ સર્ટિફિકેટ પર શા માટે કોરોનાથી મોત થયું એવું નથી લખવામાં આવી રહ્યું? સાથે જ કોરોનાથી મૃત પામનાર વ્યક્તિ માટે જાે સરકાર કોઈ યોજના લાવવાની હોય તો પછી તેવા લોકોના પરિવારેને તે યોજનાનો લાભ કઈ રીતે મળશે? હવે આગળની સુનવણી ૧૧ જૂનના દિવસે થશે.
મૂળ વાત એમ છે કે સુપ્રીમ કોર્ટેમાં એક આવેદન આપવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે તેવા લોકોના પરિવારને ૪ લાખ રૂપિયા આર્થિક સહાય રૂપે આપવામાં આવે. ૨૦૧૫માં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી હતી, આ યોજનામાં કોઈ વ્યક્તિની આપત્તિજનક બીમારીથી મોત થઈ રહી છે તો તેમના પરિવારને ૪ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. પણ આ યોજના ગયા વર્ષે જ પૂરી થઈ ગઈ હતી.
એક આવેદકે સુપ્રિમકોર્ટ પાસે માંગણી કરી છે કે સરકાર આ યોજનાને વધુ વર્ષ માટે લંબાવવામાં આવે અને તેમઆ કોરોના બીમારીને પણ ઉમેરવામાં આવે. કોરોના એક આપત્તિજનક બીમારી કહેવાય જે સરકારે જ ઘોષિત કર્યું છે. જાે આ યોજનાને ૨૦૨૦થી આગળ વધારવામાં આવે તો હજારો પરિવારોને ફાયદો થશે જેમાં ઘરમાં જ કમાનાર વ્યક્તિનું જ મૃત્યુ થઈ ગયું હોય.
પણ આમાં સૌથી મોટો સવાલ એ છે કે એવું કઈ રીતે સાબિત થાય કે તે વ્યક્તિનું મોત કોરોનાને લીધે જ થયું છે? સુનવણી કરનાર જજ જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે તેમણે પોતે જ જાેયું છે કે કોરોનાથી મૃત પામનાર વ્યક્તિના ડેથ સર્ટિફિકેટ પર મરવાનું કારણ બીજી કઇંક લખવામાં આવે છે.
જેમ કે ફેફસા ને કારણે કે હ્રદયના લીધે. પણ ખરેખર મોત તો કોરોનાને લીધે થયું છે. જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે ભવિષ્યમાં જાે સરકાર કોરોનાથી મૃત પામેલા વ્યક્તિઓ માટે કોઈ યોજના બહાર પાડવાની હોય તો એ કઈ રીતે સાબિત થશે કે આ વ્યક્તિનું કોરોનાને લીધે મોત થયું છે?
તેમના પરિવાર વાળા એ સાબિત કરવા માટે ક્યાં જશે? સરકારી વકીલે આ સવાલના જવાબમાં કહ્યું કે ડેથ સર્ટિફિકેટ પર એજ લખવામાં આવે છે જે Covid19ની ગાઈડલાઇન છે કારણકે કોરોનાને લઈ હજી આવો કોઈ નિયમ આવ્યો નથી. દરમિયાન દેશમાં હવે કોરોનાની બીજી લહેર પૂરી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણકે કોરોના સંક્રમણના આંકડા હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. વેક્સિન લેવાની પ્રક્રિયા પણ વધી રહી છે.
પણ આ બધા સામે હવે એક નવી મુશ્કેલી સામે આવીને ઊભી રહી છે. કારણકે હવે આ સંક્રમણ બાળકોમાં ઘણું ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજસ્થાનના દૌસા જિલ્લામાં ૩૦૦ બાળકો અને સીકર જિલ્લામાં ૧૭૫૭ બાળકો અત્યાર સુધીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજા રાજ્ય મધ્યપ્રદેશની વાત કરીએ તો તેમ આ ૩૦૨ બાળકો સંક્રમિત થયા છે.
જ્યારે ઉત્તરાખંડમાં ૨૦૪૪ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સાથે જ આ બાળકોમાંથી મોટાભાગના બાળકો સારવારથી સ્વસ્થ થઈ ગયા છે. પણ ચિંતાની વાત એ છે કે બાળકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે. સૌથી વધુ બાળકોનું સંક્રમણ રાજસ્થાનમાં ફેલાઈ રહ્યું છે. જ્યાં છેલ્લા ૨૨ દિવસમાં બાળકમાં સંક્રમણ ફેલાવવાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. પણ બાળકોમાં કોરોનાના જટિલ અને ગંભીર લક્ષણો નથી જાેવા મળ્યા.
ત્યાંનાં સ્વાસ્થ્ય વિભાગે દરેક માતા-પિતાને વિનંતી કરી છે કે પોતાના બાળકની કાળજી રાખે. મધ્યપ્રદેશમાં પણ બાળકોમાં કોરોનાનો વ્યાપ વધી ગયો છે. ત્યાં છેલ્લા એક મહિનામાં ૩૦૨ બાળકો સંક્રમિત થઈ ગયા છે અને ચાર બાળકોના મોત થઈ ચૂક્યા છે. ત્યાં બાળકો માટે કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાખંડમાં ૨૦૪૪ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે.