ડેન્ગ્યુનાં દર્દીઓનો જીવ બચાવવા માટે દેશની પ્રથમ પ્લેટલેટ ડોનર હેલ્પલાઇન
અમદાવાદ, વર્લ્ડ મોસ્કીટો ડે દર વર્ષે 20 ઓગસ્ટનાં રોજ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે ગોદરેજ હિટ અને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે ભારતની પ્રથમ પ્લેટલેટ ડોનર હેલ્પલાઇન ‘7878782020’ અમદાવાદમાં ખુલ્લી મૂકી હતી. મુંબઈ, દિલ્હી, એનસીઆર, કોલકાતા, બેંગાલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં કામગીરી સાથે હેલ્પલાઇન 1.25 લાખ રજિસ્ટર્ડ ડોનર ધરાવે છે અને ગંભીર સ્થિતિ ધરાવતાં ઘણાં દર્દીઓનાં જીવન સફળતાપૂર્વક બચાવ્યાં છે. અમદાવાદમાં નાગરિકોને સહાય કરવાની કટિબદ્ધતા સાથે તૈયાર ડોનરની મોટી સંખ્યા દ્વારા પ્લેટલેટ્સનો લાફભ લેવા ગોદરેજ હિટ અને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે શહેરમાં પ્લેટલેટ ડોનર હેલ્પલાઇનને લંબાવી છે.
ભારતમાં ડેન્ગ્યુ જાહેર સ્વાસ્થ્ય માટે સૌથી મોટાં જોખમોમાંનું એક જોખમ છે. વર્ષ 2018માં ડેન્ગ્યુનાં 1 લાખથી વધારે કેસ નોંધાયા હતાં, જેમાંથી 172 કેસમાં કમનસીબ દર્દીનાં મૃત્યુ થયા હતા. ડેન્ગ્યુ મચ્છરજન્ય વાયરલ ઇન્ફેક્શન છે. જાગૃતિનો અભાવ અને સારવારની અનુપલબ્ધતા ચિંતા જન્માવે છે, જેનાં પગલે ડેન્ગ્યુ પોઝિટિવનું નિદાન થતાં દર્દીઓને ભરતી કરવામાં આવે છે.
ડેન્ગ્યુનાં વાયરસથી દર્દીનાં લોહીમાં પ્લેટલેટ કાઉન્ટમાં મોટો ઘટાડો થાય છે, આંતરિક રક્તસ્ત્રાવ થાય છે અને અન્ય જટિલતાઓ પેદા થાય છે. ભાગ્યે જ કોઈ કેસમાં જ્યારે દર્દીનાં પ્લેટલેટ કાઉન્ટ 20,000/cu.mmથી ઓછા થાય છે, ત્યારે દર્દીને તાત્કાલિક પ્લેટલેટ્સ ટ્રાન્ઝફ્યુઝનની જરૂર પડી શકે છે.
આ પ્રકારની સ્થિતિમાં પ્લેટલેટ ડોનરની તાત્કાલિક ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ બની જાય છે. લોહીથ વિપરીત પ્લેટલેટ્સને 5 દિવસથી વધારે સમય સુધી સંગ્રહ કરી ન શકાય. સ્થિતિની ગંભીરતા સમજીને ગોદરેજ હિટ અને અપોલો હોસ્પિટલ્સે નાગરિકોને જાગૃત કરવાનું અને ભારતની સૌપ્રથમ રાષ્ટ્રવ્યાપી પ્લેટલેટ ડોનર હેલ્પલાઇન ઊભી કરવાનું સાહસિક પગલું ભર્યું છે.
ભારતની પ્રથમ પ્લેટલેટ ડોનર હેલ્પલાઇન પર ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનાં ભારત અને સાર્કનાં સીઇઓ શ્રી સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “ભારતમાં ડેન્ગ્યુ મોટો ચિંતાકારક રોગ છે. જ્યારે લોકો જાણે છે કે, મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે, ત્યારે તેઓ સારવારનાં પગલાંથી અજાણ છે, ખાસ કરીને પ્લેટલેટ્સ વિશે.
અમારાં ગોદરેજ હિટ-નિલ્સન રિસર્ચમાં જાણકારી મળી છે કે, 90 ટકા નાગરિકો જાણે છે કે, પ્લેટલેટ્સ લોહીનો એક ભાગ છે, પણ 66 ટકા માનતા હતાં કે, પ્લેટલેટ્સ ડેન્ગ્યુ માટેની સારવાર છે અને 80 ટકા માનતા હતાં કે, પ્લેટલેટ્સનો લોહીની જેમ સંગ્રહ કરી શકાશે, આ બંને માન્યતા હકીકતમાં ખોટી છે! જાગૃતિનો આ અભાવ નાગરિકો વચ્ચે ચિંતા તરફ દોરી જાય છે. એટલે વર્ષ 2017માં ગોદરેજ હિટે અપોલો હોસ્પિટલ્સ સાથે ભારતમાં ડેન્ગ્યુનાં દર્દીઓ માટે દેશની પ્રથમ પ્લેટલેટ ડોનર હેલ્પલાઇન ઊભી કરી હતી.”