ડેન્ગ્યુની તપાસ માટે લેવાતા સીરમના નમુનામાં પણ તંત્રની આળસ
વધતા જતા રોગચાળા સામે નબળી કામગીરીઃ લોહીના નમુના લેવામાં તંત્રની ધીમી ગતિ
(એજન્સી)અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓે શહેરમાંથી કોરોનાએ વિદાય લીધી હોવા છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સામે અસરકારક કામગીરી કરી રહયા નથી. ૬પ લાખ નાગરીકોની આરોગ્ય સુખાકારી સાથે સીધી રીતે સંકળાયેલું તંત્ર ચાહે તો લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાંને અટકાવી શકે છે.
કમનસીબે તેમ થતું નથી તેનું ઉત્તમ ઉદાહરણ ખુદ સતતાધીશોના સતાવાર આંકડા દર્શાવી રહયા છે. જેમાં સાદો મેલેરીયા, ઝેરી મેલેરીયાની તપાસ માટે લોકોના લેવાતા લોહીના નમુનાની કામગીરી ખૂબ કંગાળ પુરવાર થઈ છે.
આમ તો તંત્રના ચોપડેથી મચ્છરજન્ય રોગચાળા જાણે કે સદંતર ગાયબ થઈ ગયો છે તેવું ચિત્ર ઉપસી રહયું છે. કેમ કે ચાલુ માર્ચ મહીનાની ર૬મી તારીખ સુધી અમદાવાદમાં સાદા મેલેરીયાના માત્ર સાત કેસ ઝેરી મેલેરીયાના એક પણ કેસ નહી ડેન્ગ્યુના પાંચ કેસ અને ચિકનગુનીયાના ૧૭ સત્તાવાર કેસ મળ્યા છે. એટલે કે જાણે અમદાવાદમાંથી મચ્છરોનો ઉપદ્રવ પણ સાવેસાવ ઘટી ગયો હોય તેવું લાગે છે.
જાેકે વાસ્તવીકતા કંઈક અલગ છે. અમદાવાદમાંથી મચ્છરો અચાનક ગાયબ થયાં નથી પરંતુ લોહીના નમુના લેવા જેવી લોકલક્ષી સામાન્ય કામગીરી પણ અસરકારક રીતે થતી નથી. તંત્રના આંકડા દર્શાવે છે. તેમ ગત માર્ચ ર૦ર૧માં શહેરમાંથી કુલ ૯૬,પ૮૪ લોહીના એટલે કે લગભગ એક લાખ લોહીના નમુના લેવાયા હતા.
આની સામે માર્ચ મહીનાની ર૬મી તારીખ સુધીમાં ફકત ૩૬,૭૦૬ લોહીના નમુના ફકત હઈ આ બાબત માત્ર ૩૮ ટકા કામગીરી દર્શાવી રહી છે. તંત્રની નબળી કામગીરીની વ્યાપક ટીકા પણ થઈ રહી છે. આની સાથે ડેન્ગ્યુની તપાસ માટે લેવાતા સીરમના નમુનામાં પણ તંત્ર આળસ દાખવી છે.
ગત માર્ચ-ર૦ર૧માં સત્તાવાળાઓએ સીરમના કુલ ૧ર૮૩ નમુના લીધા હતા. તેની સામે માર્ચ મહીનાની ર૬ તારીખ સુધીમાં સત્તાવાળાઓ માત્ર ૮૦૦ નમુના લઈ શકયા છે.કોરોનાકાળ પૂર્ણ થયો હોઈ હવે તંત્ર તેની દોડધામથી મુકત બન્યું હોવા છતાં સામાન્ય રોગચાળા સામે લડત આપવામાં કેમ પાગળું પુરવાર થયું છે તે બાબત કોઈને સમજાવી નથી.