ડેન્ગ્યુ-ચિકનગુનિયાની સારવાર ખર્ચાળ: હોસ્પીટલોમાં દાખલ થાવ તો 4-5 દિવસમાં જ ર૦-રપ હજારનું બિલ
ડેન્ગ્યુમાં પપૈયાના પાનના રસનું વધતું ચલણ, અક્સિર ઈલાજ હોવાનો નાગરીકોનો મત, તબીબો પણ પપૈયાના પાનનો રસ પીવાનો ઈન્કાર કરતા નથી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએે ભરડો લીધો છે. ડોક્ટરો-હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સરકારી હોસ્પીટલો કે મ્યુનિસિપલ હોસ્પીટલો ની વાત બાજુએ રાખીએ તો પ્રાઈવેટ હોસ્પીટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
ડોક્ટરોને ત્યાં આવતા એવરેજ દર્દીઓમાંથી રોજના પાંચથી દસ કેસ ડેન્ગ્યુ-ચિકનગુનિયા અગર તો મેલેરેીયાના જાેવા મળી રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ પૉશ વિસ્તારોમાં વધારે જાેવા મળી રહયા છે. લોકો પોતાના ઘરો-ઓફિસોમાં ફિનાઈલના પોતા કરાવે છે. અગરબતીઓના ધૂપ કરે છે. દવાઓ છંટકાવે છે છતાં ડેન્ગ્યુ-ચિકન ગુનિયાના કેસોમાં દિન-પ્રતિદિન ઉછાળો જાેવા મળી રહ્યો છે.
પાછલા કેટલાંક વર્ષોથી ડેન્ગ્યુ-ચિકનગુનિયા દર વર્ષે જાેવા મળી રહ્યા છે. હોસ્પીટલોમાં સારવાર પાછળ ઓછામાં ઓછા ર૦ થી રપ હજાર રૂપિયા સુધી ખર્ચાઈ જતા હોય છે. એવરેજ ચાર-પાંચ દિવસ હોસ્પીટલમાં રહેવાનુ આવે તો બિલ જાેઈને ભલભલાને તમ્મર ચડી જાય. સરકારી-મ્યુનિસિપલ હોસ્પીટલો હાઉસફૂલ છે. તો ખાનગી હોસ્પીટલો-દવાખાનાઓ પણ દર્દીઓથી ભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુના ‘પ્લેટલેટ કાઉન્ટ’ ઘટતા જ શરીર તૂટવાની શરૂઆત થાય છે.
જાે કે દવાની સાથે સાથે લોકો પપૈયાના પાનનો રસ પણ પીતા થયા છે. ડોક્ટર પણ પપૈયાના પાનનો રસ પીવાનું પૂછો તો ઈન્કાર કરતા નથી.
દેશી-પરંપરાગત ઈલાજમાં આપણા વડવાઓ પપૈયાના પાનનો રસ પીવડાવતા હતા. તેનાથી ‘પ્લેટલેટ કાઉન્ટ’માં વધારો થાય છે એવી માન્યતા છે. એટલે ડેન્ગ્યુના દર્દીઓ પપૈયાના પાનનો રસ લે છે. હવે આયુર્વેદિક સ્ટોર્સમાં તૈયાર ગોળીઓ પણ મળે છે. પરંતુ લોકો પપૈયાના પાનનો તાજાે રસ લે છે.
આમ, તો મેડીકલી આ બાબતનો સ્વીકાર થયો છે કે કેમ? ? એ પ્રશ્ન અલગ છે. પરંતુ ડેન્ગ્યુમાં લોકો પપૈયાના પાનનો રસ પીવે છે. અને ડોકટર-તબીબો પણ ઈન્કાર કરતા નથી.