Western Times News

Gujarati News

ડેન્ગ્યુ-ચીકનગુનિયાથી બચવાના અસરકારક ઉપાયો

મેલેરિયા શાખા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, દાહોદ દ્વારા ડેન્ગ્યુ અંગે લોકો જાગૃત બને તે માટે વિવિધ માધ્યમો થકી વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી અતીત ડામોરએ આ નિમિત્તે કેટલીક માહિતી જનજાગૃતિ અર્થે જણાવી છે.

તેમણે જણાવ્યું કે, ડેન્ગ્યુનો તાવ સામાન્ય રીતે ૨ થી ૧૩ વર્ષના બાળકોને થવાની સંભાવના વધુ છે. રોગચાળા ઉપદ્વવ વખતે કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે. ઘર કે આજુબાજુ કાળા સફેદ ટપકાવાળા મચ્છર ઉડતા દેખાય તો ચેતી જવું કારણ કે તે ડેન્ગ્યુના મચ્છર જ હશે.

આ મચ્છરનાં પોરા સામાન્ય રીતે ઘરની અંદર સંગ્રહ કરેલા પાણીનાં પાત્ર જેવા કે કુલર, ફ્રીજ બહારની ટ્રે, ખુલ્લા પવાલી, માટલું, સિમેન્ટની ખુલ્લી ટાંકી, ફલાવર પોર્ટ, માછલીઘર તેમજ ચોમાસા દરમિયાન પરનાળ, ખૂલલાા ટાયરો, શીશીઓ, ડબ્બા, પ્લાસ્ટીક કે પતરાનો ભંગાર, મની પ્લાંન્ટની ભરેલી બોટલ કે ચબુતરા, ઢોરનાં હવાડા, ચણતર માટેની કુંડી વિગેરે જગ્યામાં ઉત્પન્ન થાય છે.

તેમણે ઉમેર્યું કે, ડેન્ગ્યુ એડીસ નામના મચ્છરથી ફેલાય છે. ડેન્ગ્યુને અટકાવવા માટે આ મુજબના ઉપાયો કરવા જોઇએ. આ મચ્છર દિવસે કરડતા હોવાથી તેનાથી બચવા આખું શરીર ઢંકાઇ જાય તેવા કપડાં પહેરો. ઘર કે ઓફીસમાં ફ્રીઝની ટ્રે, ફુલદાની, ફુલર, કોઠી, પીપ, માટલું, સિમેન્ટની ટાંકી વિગેરેનું પાણી દર ૩ દિવસે ખાલી કરીને અંદરથી બરાબર સાફ કરીને નવું પાણી ભરવું. ઓવરહેડ અને અન્ડરગ્રાંઉન્ડ ટાંકીના ઢાંકણ ચુસ્ત બંધ કરીને રાખવા. તદઉપરાંત તાવ આવે કે તુરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો અને ઝડપી નિદાન અને સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો.

ડેન્ગ્યુ-ચીકનગુનિયાથી બચવા અંડરગાઉન્ડ ટાંકી, ઓવરહેડ પાણીની ટાંકી હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવી જોઇએ. જાજરૂ, ગટરની કે ગેસ પાઇપ ઉપર ઝીણું કપડું બાંધી રાખવું. તદઉપરાંત બીજી અગત્યની બાબત એ છે કે માણસ અને મચ્છર વચ્ચેનો સંમ્પર્ક અટકાવવા વિવિધ ઉપાય યોજવા જોઇએ.

જેમ કે, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરને દૂર રાખનાર મલમનો ઉપયોગ કરો. સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો, સંધ્યા સમયેથી જ તમારા મકાનના બારીબારણાં બંધ કરો. જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપૂરી કાળજી લો.

ઘર કે ઓફીસમાં ફુલદાની, કુલર, સિમેન્ટની ટાંકી વગેરેનું પાણી દર ૩ દિવસે બદલો. બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવા સંજોગોમાં પાણીમાં પોરાભક્ષક માછલી બળેલું ઓઇલ કે કેરોસીન નાખો. રહેણાંક ઘરોની આસપાસના પાણી ભરાવવાના સ્થળો દુર કરો. ડેન્ગ્યુથી બચવા લોકજાગૃતિ જરૂરી છે. લોકો ઉક્ત ઉપાયો યોજીને મેલેરિયા જેવા રોગથી બચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.