ડેનમાર્ક સાથે પ્રધાનમંત્રીએ ગ્રીન એનર્જી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના પેપર્સ સાઇન કર્યા

ડેન્માર્કના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે આવતા નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું
નવીદિલ્હી, ડેન્માર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસન ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. આજે સવારે વડાપ્રધાન મોદીએ તેઓનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ સાથે પણ વાતચીત કરશે.
આજે સવારે તેઓ તેઓ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે ભારતને એક નજીકના ભાગીદાર સમજીએ છીએ. તેઓ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે આ મુલાકાતને ખૂબ મહત્વની અને માઈલ સ્ટોન સમાન સમજે છે.
પ્રધાનમંત્રી સાથે વાતચીત અને કેટલાક મુદ્દે કરારોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે મે અને પ્રધાનમંત્રી મોદીએ ગ્રીન એનર્જી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના પેપર્સ સાઇન કર્યા હતા. અમે ભારતને એક નજીકના ભાગીદાર સમજીએ છીએ અને સરકારની ઉત્સુકતા જાેઈ શકીએ છીએ.
Addressing a joint press meet with Prime Minister of Denmark @Statsmin Mette Frederiksen. https://t.co/rIRzOngzhq
— Narendra Modi (@narendramodi) October 9, 2021
ત્યાર બાદ તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને તેમણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત ભારત અને ડેન્માર્ક વચ્ચે આગામી સમયમાં ખૂબ મહત્વની સાબિત થશે એ નિશ્ચિત છે.HS