ડેન્માર્કના વડાપ્રધાનની ભારત મુલાકાત ઐતિહાસિક બની રહેશે: વિદેશ મંત્રાલય
નવીદિલ્હી, ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસનની ૯ થી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ની ભારતની મુલાકાત સમાપ્ત થઈ છે. કોવિડ ૧૯ મહામારી બાદ ભારતની મુલાકાત લેનારા પ્રથમ નેતા ડેનમાર્કના વડાપ્રધાન છે અને ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન બંને દેશો ખૂબ નજીક આવ્યા છે અને બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે કૃષિ ક્ષેત્ર અને સંશોધન વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વના બની રહેશે.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ફ્રેડરિક્સન એક ઉચ્ચ સ્તરીય અધિકારી અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે હતા.
ભારત અને ડેન્માર્કવચ્ચે દ્વિપક્ષીય આદાનપ્રદાનમાં વડાપ્રધાન ફ્રેડ્રિકસન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા અને વાતચીત કરી હતી. આ સાથે તેઓ ભારતના રાષ્ટ્રપતિરામનાથ કોવિંદને પણ મળ્યા હતા. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ડેનિશ વડાપ્રધાન ફ્રેડ્રિકસેનને પણ મળ્યા હતા અને આ દરમિયાન ભારત અને ડેન્માર્ક વચ્ચેનીમિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત થઈ હતી.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ગરમ અને મૈત્રીપૂર્ણવાતાવરણમાં યોજાઈ હતી, જે બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને દર્શાવે છે. બંને પક્ષોએ સપ્ટેમ્બર ૨૦૨૦માં યોજાયેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન ‘ગ્રીન સ્ટ્રેટેજિકપાર્ટનરશિપ’ માં પ્રગતિની સમીક્ષા કરી હતી.HS