ડેમાઈ ગામે તબેલાની આડમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર ત્રાટકી ૨૫,૪૨૮ નો વિદેશી દારૂ પકડતી બાયડ પોલીસ
અરવલ્લી જિલ્લામાં દિવસેને દિવસે વિદેશી દારૂના શોખીનો વધી રહ્યા છે ત્યારે બુટલેગરો પણ બિલાડીની ટોપની જેમ વધી રહ્યા છે વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર ના રહેલા વધારે નફાના પગલે અનેક યુવાનો રૂપિયા કમાવવાની લાલચે દારૂના ધંધામાં જોતરાતા હોય તેવું લાગી રહ્યું છે અને રાજસ્થાન બોર્ડર ઉપર તો દારૂ પકડાવવાની ઘટના રોજ-બરોજ બનતી હોય છે પરંતુ લોકલમાં નીત-નવા નવા બુટલેગરો ઉભા થઇ રહયા છે અને દારૂની હેરાફેરી કરતા યુવાનો નજરે પડે છે અને જુવાની ને દારૂના ખપ્પરમાં હોમી દેતા હોય છે આવી જ રીતે અરવલ્લી જીલ્લામાં એસ પી સંજય ખરાતે પ્રોહી ગુનાખોરી બાબતે કડક વલણ અખત્યાર કરવા સુચના આપ્યા બાદ પ્રથમવાર બાયડ પોલીસે ડેમાઈના બુટલેગર પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ તાલુકાના ડેમાઈ ગામે એક બુટલેગર વિદેશી દારૂનો ધંધો તબેલાની અંદર કરે છે તેવી બાતમીના આધારે બાયડ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એન. જી. ગોહિલ અને તેમની ટીમે ડેમાઈ ગામે કુણાલ ઉર્ફે ગટીયો ગીરીશભાઈ પટેલના ગાયો ભેંસોના તબેલા પર દરોડો પાડી તબેલા પાસે એક ઝાડ નીચે ઘઉંના ભુસા નીચેથી (૧) ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી ની ૭૫૦ મિલીની બોટલો નંગ. ૨૬.કિંમત રૂપિયા ૧૩,૦૦૦/-(૨) ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી ૩૭૫ મિ.લી.ની બોટલ નંગ. ૭.કિંમત રૂપિયા ૧૬૧૦/- (૩) રોયલ સ્ટેગ ક્લાસિક વ્હીસ્કીની ૩૭૫ મિલી. ની બોટલ નંગ. ૬ કિંમત રૂપિયા ૨૧૬૦/- (૪) હાવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ. ૭૮. કિંમત રૂપિયા ૮,૬૫૮/-મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨૫,૪૨૮ /-ના મુદ્દામાલ સાથે આરોપી બુટલેગરની ધરપકડ કરી જેલભેગો કરેલ છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
હિરાપુરના યુવાનને વિદેશી દારૂ સાથે આજરોજ ધનસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર પી. ડી. રાઠોડ તથા ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે હિરાપુર ગામના રેલવે ફાટક પાસે બાઇક સવાર યુવાનને આંતરી તલાશી લેતાં બાઈક પરના પ્લાસ્ટિકના થેલામાંથી પરપ્રાંતનો વિદેશી દારૂ ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી બોટલ નંગ. ૮ કિંમત રૂપિયા ૨૪૦૦/-ના મુદ્દામાલ તથા બાઈક કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨૭,૪૦૦/-ના સાથે આરોપી ભરતભાઈ કોદરભાઈ પરમાર રહે. હિરાપુર તા. ધનસુરા. જી. અરવલ્લી. ની ધરપકડ કરી જેલભેગો કરેલ છે. દિલીપ પુરોહિત. બાયડ