ડેમાઈ સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૬.૪૩ અને મોડાસા કેનરા બેંક ATMમાંથી ૧.૩૭ લાખની ચોરી
સોમવારની રાત્રીએ બાયડ નજીક આવેલા ડેમાઈ ગામમાં આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં લૂંટારાઓની ગેંગે એટીએમ મશીનને ગેસ કટરથી કાપી ૬.૪૩ લાખ અને મોડાસાના માલપુર રોડ પર આવેલ કેનરા બેંકના એટીએમ માંથી ૧.૩૭ લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા બાયડ પાવનપ્લાઝા નજીક આવેલા કેનરા બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
સોમવારની મોડી રાત્રીએ એટીએમ ગેસ કટરથી તોડી ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગે ટળખળાટ મચાવતા ત્રણ એટીએમ મશીનને નિશાન બનાવ્યા હતા ડેમાઈ આઉટ પોસ્ટ પોલીસ મથક નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને રાત્રીના ૩ વાગ્યાના સુમારે ગેસ કટરથી કાપીને અંદાજે રૂપિયા ૬. ૪૩ લાખની ચોરી કરી બાયડના પાવનપ્લાઝમા આવેલા કેનારા બેંકના એટીએમમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો ત્યાર બાદ વહેલી સવારે ૫ વાગ્યાના સુમારે મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનરા બેંકના એટીએમને ગેસ કટરથી કાપી ૧.૩૭ લાખની ચોરી કરી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ રફુચક્કર થઈ હતી
લૂંટ થતાં દોડધામ મચી ગઈ છે. એટીએમમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોએ સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી. જેથી લૂંટની ઘટના કેમેરામાં કેદ ન થાય. અને કેમેરાની રેકોર્ડિંગની કેસેટ અને ડીવીઆર પણ સાથે લઈ જતા આ પ્રકારની હરકતથી રીઢા ગુનેગારો હોવાનું અને હરિયાણાની એટીએમ લૂંટ માટે દેશમાં કુખ્યાત ગણાતી મેવાત ગેંગનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે બાયડ અને મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જીલ્લામાં મોટા ભાગના એટીએમ મશીનોમાં સિક્યુરિટી ગાર્ડ વિહોણા રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો એટીએમ ધારકો પાસેથી એટીએમના મસમોટા ચાર્જ વસૂલી રહી છે પરંતુ મોટા ભાગના એટીએમ સિક્યુરિટી વિહોણા હોવાથી ગ્રાહકોની સુરક્ષા પણ જોખમાય છે અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ બેંકોના એટીએમ મશીનો પર આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી સિક્યુરિટી ગાર્ડ વગર નધણિયાત છોડી દેવામાં આવતા એટીએમ તોડતી ગેંગ માટે એટીએમને ગેસકટર થી કાપી ચોરીની ઘટનાને અંજામ આપવામાં સરળતા રહેતા સમયાંતરે એટીએમમાં ચોરીની ઘટનાઓ બની રહી છે