ડેલ્હિવરીએ ભારતમાં અગ્રણી B2B એક્સપ્રેસ લોજિસ્ટિક્સ કંપનીઓમાં સામેલ થવા સ્પૉટનને એક્વાયર કરી
ભારતમાં અગ્રણી એન્ડ-ટૂ-એન્ડ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સર્વિસીસ કંપની ડેલ્હિવરીએ બેંગલોરની સ્પૉટન લોજિસ્ટિક્સના એક્વિઝિશનની પુષ્ટિ કરી હતી. એનાથી ડેલ્હિવરીની હાલની બી2બી ક્ષમતામાં વધારો થશે.
આ જાહેરાત પર ડેલ્હિવરીના સીઇઓ સાહિલ બરુઆએ કહ્યું હતું કે, “આ અમારા વૃદ્ધિલક્ષી અભિગમના ઉદ્દેશ સાથે અને અમારા દરેક બિઝનેસમાં વધારો કરવા સાથે સુસંગત છે. ડેલ્હિવરી 10 વર્ષથી બી2સી લોજિસ્ટિક્સમાં અગ્રણી પોઝિશન ધરાવે છે અને હવે અમારા ટ્રકલોડ બિઝનેસને સ્પૉટન સાથે જોડતા અમે બી2બી એક્સપ્રેસમાં પણ ટોચની પોઝિશન મેળવવાના માર્ગે અગ્રેસર થઇશું. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, અમે ડેલ્હિવરી અને સ્પૉટન એમ બંનેના ગ્રાહકોને બી2સી અને બી2બી એક્સપ્રેસ બિઝનેસ વચ્ચે સમન્વયનો લાભ આપવાની સારી સ્થિતિમાં છીએ તેમજ એનાથી અમારી એન્ડ-ટૂ-એન્ડ સપ્લાય ચેઇન ક્ષમતામાં વધારો કરશે.”
સ્પૉટન લોજિસ્ટિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અભિક મિત્રાએ કહ્યું હતું કે, “સ્ટોપઓન ટીમ અને હું ડેલ્હિવરીની વૃદ્ધિ અને મૂલ્યસર્જનની સફરનો ભાગ બનીને ખુશ છીએ. ડેલ્હિવરીની ટીમે ટૂંકા ગાળામાં ભારતમાં એન્ડ-ટૂ-એન્ડ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સર્વિસીસમાં ટોચની કંપની બનવા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સ્પૉટન ગ્રાહક સાથે સંબંધ પર અને ગુણવત્તાયુક્ત સેવા, વ્યવસાયિક મેનેજમેન્ટ તથા ટેકનોલોજી અને એન્જિનીયરિંગ પર એનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતી છે, જે ડેલ્હિવરી જેવા મૂલ્યો ધરાવે છે તેમજ સંયુક્તપણે ભારતની અગ્રણી લોજિસ્ટિક્સ કંપનીઝ પૈકીની એક બનવા સંયુક્તપણે સજ્જ થશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે લોકો, ટેકનોલોજી, નેટવર્ક અને માળખાગત સુવિધામાં અમારું રોકાણ જાળવી રાખીને અમારા ક્લાયન્ટના વ્યવસાયને સુધારવાનું ચાલુ રાખીશું. અમારી ટીમો અને અમારા બિઝનેસ પાર્ટનર્સને વૃદ્ધિ માટે નોંધપાત્ર તકો સાથે વધુ મોટી કંપનીનો ભાગ બનવાની તક મળશે.”
ડેલ્હિવરીના ચીફ બિઝનેસ ઓફિસર સંદીપ બરાસિયાએ ઉમેર્યું પણ હતું કે, “સ્પૉટન મોટો અને શ્રેષ્ઠ વ્યવસાય છે. અભિક અને ટીમે કંપની ઊભી કરવા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. અમને ડેલ્હિવરીમાં સ્પૉટનની સંપૂર્ણ ટીમને આવકારવાની ખુશી છે. આ એકસમાન મૂલ્યો ધરાવતી બે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કંપનીઓને એકમંચ પર લાવશે. અમારી સંયુક્ત ક્ષમતા તથા ટેકનોલોજી અને ડેટા પર ધ્યાન કેન્દ્રિત અમને અમારા ગ્રાહકો માટે નવા સમાધાનો વિકસાવવા સક્ષમ બનાવશે અને ફ્રેઇટમાં નવા વર્ટિકલ્સમાં પ્રવેશ કરવાની સુવિધા આપશે.”
સમારા કેપિટલ અને એક્સપોનેન્શિયાએ સંયુક્તપણે વર્ષ 2018માં આઇઇપી પાસેથી સ્પૉટન એક્વાયર કરી હતી. આ બંને કંપનીઓ હવે તેમનો સંપૂર્ણ હિસ્સાનું વેચાણ કરીને કંપનીમાં સંપૂર્ણપણે બહાર નીકળી જશે.