ડૉકટરને બતાવ્યા બાદ અનુષ્કાને વિરાટ લંચ ડેટ પર લઈ ગયો
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ૯ મહિનાની ગર્ભવતી છે. આ દરમિયાન એક્ટ્રેસ મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે. પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્મા જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેનો લૂક ચર્ચાનો વિષય બને છે.
ડંગરી, વન પીસ, મેક્સી ડ્રેસ, ઓફ શોલ્ડર ગાઉન કે પંજાબી ડ્રેસ અનુષ્કા શર્મા દરેક કપડાંમાં પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરી ચૂકી છે અને દર વખતે તે સુંદર લાગે છે. આજે અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડૉક્ટરના ક્લિનિક પહોંચી હતી.
જે બાદ કપલે સાથે લંચ લીધું હતું. પતિ વિરાટ સાથે નીકળેલી અનુષ્કાએ બ્લેક ટી-શર્ટ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. તો વિરાટ કોહલી પણ કેઝ્યુઅલ આઉટફિટમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગતો હતો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લંચમાં આજે પિઝા ખાધા હશે કારણકે એક્ટ્રેસે તેની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.
અનુષ્કાએ પ્લેટની તસવીર શેર કરી છે જેમાં પિઝાની બે સ્લાઈસ જાેવા મળી રહી છે. આ સાથે જ અનુષ્કા ટેબલ પર આરામથી પગ લંબાવીને બેઠેલી જાેવા મળે છે. ટેબલ પર બે બોક્સ છે જેમાં બાકીનો પિઝા જાેવા મળે છે. અનુષ્કાએ તસવીર શેર કરતાં લખ્યું,
‘ગો બિગ ઓર ગો હોમ. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાથી પાછો આવ્યો છે ત્યારથી પત્નીનું ખૂબ ધ્યાન રાખી રહ્યો છે. ગઈકાલે વિરાટ અને અનુષ્કા એક્ટ્રેસના માતાપિતાના મળવા તેમના ઘરે ગયા હતા. આ સિવાય અગાઉ પણ વિરાટ પત્ની સાથે ક્લિનિકની બહાર જાેવા મળ્યો હતો. પહેલા સંતાનને આવકારવા માટે વિરાટે ક્રિકેટિંગ શિડ્યુલમાંથી બ્રેક લીધો છે.
પહેલા બાળકના જન્મ વખતે વિરાટ પત્ની સાથે રહેવા માગે છે. તો બાળકના ઉછેર અંગે હાલમાં જ અનુષ્કાએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે અને વિરાટે બાળકને લોકોની નજરોથી દૂર રાખીને ઉછેરવાનો ર્નિણય કર્યો છે.
અનુષ્કાએ લોકડાઉનને આશીર્વાદ સમાન ગણાવ્યું હતું કારણકે તે પોતાની પ્રેગ્નેન્સીની વાત છુપાવી રાખવા માગતી હતી. લોકડાઉનમાં તે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવા જ બહાર નીકળતી હતી. એ વખતે રસ્તા સૂમસામ હોતા અને તેમને કોઈ જાેઈ નહોતું શકતું એ વાતનો એક્ટ્રેસને આનંદ હતો.