ડૉકટરોએ અમદાવાદમાં DOT 2020 વર્કશોપમાં ઘૂંટણની લાઇવ સર્જરી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/Dot1-1024x756.jpg)
શસ્ત્રક્રિયા કરનાર પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન અને KNE3WIZના શોધક ડૉ. મનીષ શાહ, એમએસ (ઓર્થો)એ ટોટલ ની રીપ્લેસમેન્ટ (ટીકેઆર)માં 3ડી ટેકનોલોજીનો વિકાસ દર્શાવ્યો
અમદાવાદ, પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડૉ. મનીષ શાહે અમદાવાદમાં ડિજિટલ ઓર્થોપેડિક ટેકનોલોજી વર્કશોપમાં તેમની પેટન્ટ ધરાવતી KNE3WIZ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂંટણની લાઇવ શસ્ત્રક્રિયા કરી હતી.
એસઈએ (સર્જન એજ્યુકેશન એકેડેમી) દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી ડિજિટલ ઓર્થોપેડિક ટેકનોલોજી વર્કશોપ 2020 (DOT 2020)માં જીવંત શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, જે ઘૂંટણની આર્થ્રોપ્લાસ્ટીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પ્રકારની પ્રથમ વર્કશોપ હતી.
KNE3WIZ ટેકનોલોજીના શોધક ડૉ. મનીષ શાહે આ સિદ્ધિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “KNE3WIZ ટેકનોલોજી એક ખૂબ જ સચોટ ટોટલ ની રિપ્લેસમેન્ટ (ટીકેઆર) શસ્ત્રક્રિયા પ્રક્રિયા છે જે એક મોટી સિસ્ટમ બનાવવા માટે અગાઉની હાલની બધી ટેકનોલોજિસ પર બનેલી છે જે દરેક કેસની વ્યક્તિગત રીતે ચકાસણી કરે છે અને અજોડ ચોકસાઈથી ઉકેલ પ્રદાન કરે છે. આ બનાવટ પેશન્ટ સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટેશન સર્જરી, રોબોટિક સર્જરી તેમ જ કમ્પ્યુટર આસિસ્ટેડ સર્જરી જેવી પરંપરાગત અને આધુનિક ટીકેઆર શસ્ત્રક્રિયાઓમાં નડતી બધી સમસ્યાઓને દૂર કરે છે અને નોંધપાત્ર પ્રમાણમાં સમય તેમ જ પૈસાની બચત કરાવે છે.”
દેશભરના 150થી વધુ ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોએ આપેલી હાજરી સાથે DOT 2020 એ ડિજિટલ ઉપકરણો વડે હાડકાની નોંધણી માટેની વ્યક્તિગત તાલીમવાળી ભારતની પહેલી વર્કશોપ છે. વર્કશોપમાં ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓ માટે વ્યક્તિગત વર્કસ્ટેશનો પણ સામેલ હતા, જેથી તેઓ ટોટલ ની રિપ્લેસમેન્ટ (ટીકેઆર)ના મૂળભૂત સિદ્ધાંતોને આવરી લેવા ઉપરાંત ઘૂંટણની અસરકારક બદલી માટે 3ડી પ્લાનિંગ પર તદ્દન નવી તાલિમ પ્રાપ્ત કરી શકે. ભાગ લેનારાઓ ટીકેઆર માટે 3ડી પ્રિન્ટેડ સોલ્યુશન્સની યોજના કરવાનું અને મેળવવાનું શીખ્યા હતા.
વર્કશોપ પછી મુલાકાતી સર્જનોને ડૉ.મનીષ શાહ અને તેમની ટીમે ડૉ. શાહ દ્વારા વિકસાવેલી ખૂબ જ નવીન KNE3WIZ ટૂલનો ઉપયોગ કરીને જીવંત શસ્ત્રક્રિયા બતાવી હતી. KNE3WIZને સંપૂર્ણ સર્જન આશ્રિત પદ્ધતિ તરીકે બનાવવામાં આવી છે જ્યાં એકવાર સીટી સ્કેનને સ્થાપિત કરી દેવામાં આવે તે પછી સર્જન શરીરરચનાના સીમાચિહ્નોની નોંધણી કરે છે, કૃત્રિમ ઘૂંટણને ગોઠવે છે, આરોપણની રચના પસંદ કરે છે અને તેની સ્થિતિને અંતિમ સ્વરૂપ આપે છે. સર્જન તે પછી તેની અથવા તેણીની શસ્ત્રક્રિયા યોજનાને ચોકસાઈ સાથે પુનર્સર્જિત કરવા KNE3WIZ જિગનો ઉપયોગ કરે છે, જેથી સમય અને નાણાં બંનેની બચત થાય છે.
સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને કોન્ફરન્સના કન્વીનર ડૉ. રાકેશ રાજપૂત DOT2020 વિશે જણાવ્યું હતું કે, “ડિજિટલ ઓર્થોપેડિક ટેક્નોલોજી વર્કશોપ ઘૂંટણની આર્થ્રોપ્લાસ્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવા પર આતુર આ પ્રકારની પ્રથમ વર્કશોપ છે. આ સંમેલન ઓર્થોપેડિક સર્જનો, ઓર્થોપેડિક તાલીમાર્થીઓ (ફેલો) અને અધ્યાપકો માટે આવશ્યક હતું, કારણ કે તેમણે ટીકેઆરમાં આજની વિવિધ તકનીકી પ્રગતિઓની સ્પષ્ટ સમજ મેળવી છે. આધુનિક ટેકનોલોજીએ સીમા વટાવીને ઘૂંટણની આર્થ્રોપ્લાસ્ટીના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે. સરળ 2ડી વિનાઇલ ટેમ્પ્લેટ્સમાંથી ઑગમેન્ટેડ 3ડી ટેમ્પ્લેટિંગ, શરૂઆતના કમ્પ્યુટર નેવિગેશનથી અદ્યતન 3ડી મુદ્રિત દર્દીલક્ષી ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ માર્ગદર્શિકાઓ અને રોબોટિક્સ સુધી. આ એક પ્રચંડ પરિવર્તન છે અને સર્જનો માટે એક વાસ્તવિક તકનીકી પ્રગતિ અને પૂરા જોશથી થતા માર્કેટિંગના આક્રમણ વચ્ચેનો તફાવત નક્કી કરવો આવશ્યક છે.”
શ્રી કેતન જાજલ, જેમને તબીબી ઉપકરણના નવિનીકરણમાં વીસ વર્ષથી વધુનો અનુભવ છે અને જેમના નામે દસથી વધુ પેટન્ટ્સ છે, જેમાં કેટલીક સર્જિકલ રોબોટિક્સનો પણ સમાવેશ થાય છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જૂના જમાનાનું કમ્પ્યુટર નેવિગેશન હોય અથવા સૌથી નવી રોબોટિક હાડકાંની માપણી હોય, ડિજિટલ ઉપકરણનો ઉપયોગ કરીને ચોક્કસાઈથી અસ્થિ નોંધણીઓ હાંસલ કરવી એ કોઈપણ ટેકનોલોજી સંચાલિત શસ્ત્રક્રિયા સહાય પદ્ધતિની સફળતાનો આધાર છે. તેને અનુસરીને, અમે તમારા માટે ડિજિટલ ઉપકરણો સાથે હાડકાની નોંધણી માટેની વ્યક્તિગત તાલીમ આપતી ભારતની પહેલી વર્કશોપ લાવ્યા છીએ.”