Western Times News

Gujarati News

ડૉક્ટરની પત્નીના હત્યારાને પકડવા ૧૦ લાખનું ઈનામ જાહેર

ગાંધીનગર, ૨૦૧૩માં પાટનગર ગાંધીનગરમાં થયેલા ચકચારી રશ્મિ ભાવે મર્ડર કેસમાં હજુ સુધી આરોપીને પકડી નથી શકાયા. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વિવેક ભાવેના પત્નીની ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયાના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસને કોઈ લીડ ના મળતા આખરે આ કેસ સીબીઆઈને સોંપાયો હતો.

જાેકે, વર્ષોની જહેમત બાદ પણ આ કેસને હજુ સુધી નથી ઉકેલી શકાયો. મૃતકના પતિ ડૉ. ભાવે ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ બપોરે બે વાગ્યે પોતાના બાળકો સાથે ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્ની રશ્મિ ભાવેની લાશ લોહીલૂહાણ હાલતમાં ડ્રોઈંગ રુમ પાસે ફ્લોર પર પડી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસને ડૉ. ભાવે પર જ શંકા હતી. તેમનો સસ્પેક્ટ ડિટેક્શન તેમજ લાય ડિટેક્શન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ શંકાસ્પદ આવ્યો હતો, પરંતુ આ મર્ડરમાં ડૉ. ભાવેની સંડોવણી દર્શાવતા બીજા કોઈ પુરાવા નહોતા મળી શક્યા.

બીજી તરફ, રશ્મિ ભાવે સોશિયલ મીડિયા પર અવધુક ચિતલાંગકર અને વૈભવ ઘોઘારી સાથે સંપર્કમાં રહેતા હતા. આ બંને શખસો મહારાષ્ટ્રના નિવાસી છે. પોલીસે તેમની પણ પૂછપરછ કરી હતી, અને તેમના પર પણ સસ્પેક્ટ તેમજ લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાયા હતા, પરંતુ મર્ડર થયું ત્યારે બંને મહારાષ્ટ્રમાં જ હાજર હોવાથી પોલીસને તેમની પાસેથી પણ કોઈ નક્કર લીડ નહોતી મળી શકી. ચોંકાવનારી વાત એ છે કે, રશ્મી ભાવેનું મર્ડર થયું ત્યારે ઘરમાં કોઈએ જબરજસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો હોય તેવા પણ કોઈ પુરાવા નહોતા મળ્યા.

મર્ડર કરનારો કોઈ જાણભેદુ હતો તેવું પોલીસ અને સીબીઆઈ છેક સુધી માનતા રહ્યા, પરંતુ તેના સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. અગાઉ આ કેસની તપાસ કરી ચૂકેલી સીઆઈડી ક્રાઈમે ગુનેગાર સુધી પહોંચી શકાય તેવી નક્કર કડી આપનારાને ૧૫ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. જાેકે, હવે સીબીઆઈ દ્વારા ૧૦ લાખ રુપિયાનું ઈનામ જાહેર કરાયું છે. આ ચકચારી કેસની તપાસ સ્થાનિક પોલીસથી લઈને એસઓજી અને સીઆઈડી ક્રાઈમ પણ કરી ચૂક્યા છે. જાેકે, કોઈનાથી આ કેસ સોલ્વ ના થતાં આખરે હાઈકોર્ટની સૂચનાથી તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પરંતુ, સીબીઆઈ પણ હજુ સુધી આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસને ઉકેલી નથી શકી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.