ડૉક્ટરોએ 52 વર્ષની મહિલાના અંડાશયમાંથી 50 કિલોગ્રામની ગાંઠ કાઢી
- ગાંઠ બહાર કાઢવા માટે 3.5 કલાક સર્જરી ચાલી હતી, દર્દીની ગાંઠનું વજન એના શરીરના વજનથી અડધું હતું
- ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડૉક્ટરોએ દર્દીની સારવાર કરવા એકથી વધારે શાખાના નિષ્ણાતોની સેવા લીધી
- સારવારમાં કોઈ પણ પ્રકારનો વધારે વિલંબ દર્દીના જીવન માટે જોખમરૂપ બન્યો હોત
ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં ડૉક્ટરોએ 52 વર્ષની એક મહિલાનું આપરેશન કર્યું હતું અને આ સર્જરીમાં દુનિયામાં સૌથી વધુ વજન ધરાવતી અંડાશયની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી હતી. નવી દિલ્હીના રહેવાસી શ્રીમતી લક્ષ્મી (નામ બદલવામાં આવ્યું છે)નું વજન છેલ્લાં થોડા મહિનામાં વધ્યું હતું અને કુલ 106 કિલોગ્રામ થઈ ગયું હતું.
તાજેતરમાં લક્ષ્મીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવાની શરૂઆત થઈ હતી, પેટના નીચેના ભાગમાં તીવ્ર દુઃખાવો શરૂ થયો હતો એટલે ચાલવામાં અને ઊંઘવામાં મુશ્કેલી પડતી હતી. ઝડપથી વજનમાં વધારો થવાથી અને એના પરિણામ વિવિધ સમસ્યાઓ વધતા લક્ષ્મીના પરિવારજનોએ સ્થાનિક સર્જનનો સંપર્ક કર્યો હતો, જેમણે દર્દીને ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી.
ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં તપાસ કરતાં મહિલાના અંડાશયમાં વિશાળ, સતત વધતી ગાંઠ હોવાની જાણકારી મળી હતી અને આ ગાંઠ એના આંતરડા (આંતરડામાં ચીકાશ) પર દબાણ કરતી હતી, જેથી મહિલાને પેટમાં તીવ્ર દુઃખાવો થતો હતો તથા ખોરાક પચાવી શકતી નહોતી. ઉપરાંત દર્દીનું હિમોગ્લોબિનનું સ્તર ઘટીને 6 થઈ ગયું હતું, જેથી તીવ્ર એનિમિયાની સમસ્યા પણ સર્જાઈ હતી.
ડૉ. અરુણ પ્રસાદ, સીનિયર કન્સલ્ટન્ટ, સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એન્ડ બેરિયાટ્રિક સર્જરીના નેતૃત્વમાં સર્જનોની ટીમે 18 ઓગસ્ટ, 2020ના રોજ આ 50 કિલોગ્રામની ગાંઠ બહાર કાઢવા સાડા ત્રણ કલાકની સફળ સર્જરી હાથ ધરી હતી. આ સર્જનોની ટીમમાં ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલનાં ડૉ. અભિષેક તિવારી, કન્સલ્ટન્ટ, સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, ડૉ. ગીતા ચઢા, સીનિયર કન્સલ્ટન્ટ, ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ અને ડૉ. જયા જ્યોર્જ, સીનિયર કન્સલ્ટન્ટ, એનેસ્થસિયોલોજી સામેલ હતા.
આ કેસ પર ડૉ. અરુણ પ્રસાદે કહ્યું હતું કે, “સર્જન તરીકે મારા 30 વર્ષથી વધારે સમયના કાર્યકાળમાં મેં આ પ્રકારનો કેસ પહેલી વાર જોયો છે, જેમાં ગાંઠનું વજન વ્યક્તિના શરીરના વજનથી લગભગ અડધું હોય. અગાઉ વર્ષ 2017માં કોઇમ્બતૂરમાં એક કેસ આવ્યો હતો, જેમાં એક મહિલાના અંડાશયમાંથી 34 કિલોગ્રામની ગાંઠ બહાર કાઢવા ઓપરેશન કરવામાં આવ્યું હતું.”
તેમણે ઉમેર્યું હતું કે,“અમારી ટીમ માટે 50 કિલોગ્રામની ગાંઠ બહાર કાઢવી પડકારજનક કામગીરી હતી. વળી દર્દીના શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘણું ઓછું હતું તથા ઓપરેશન અગાઉ, દરમિયાન અને પછી 6 યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું.
જ્યારે આ પ્રક્રિયા સર્જરીની પરંપરાગત પદ્ધતિઓને સમજવી કેટલી મહત્ત્વપૂર્ણ છે એનું ઉત્તમ ઉદાહરણ હતી ત્યારે નવી લઘુતમ એક્સેસ પ્રક્રિયાઓ સાથે સર્જરીમાં પરિવર્તનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ હતી. અહીં લેપરોસ્કોપી કે રોબો આસિસ્ટેડ પદ્ધતિઓ મારફતે ઉપકરણને શરીરમાં પેસાડવા માટે પેટમાં કોઈ જગ્યા નહોતી એટલે અમારે સર્જરીની પરંપરાગત પદ્ધતિઓનો આશરે લેવો પડ્યો હતો. ગેસ્ટ્રોએન્ટેરોલોજી, ગાયનેકોલોજી અને એનેસ્થેસિયોલોજીના નિષ્ણાતોની ટીમના સહિયારા પ્રયાસો સાથે ગાંઠને સફળતાપૂર્વક પેટમાંથી બહાર કાઢવામાં આવી હતી.”
આ કેસમાં મુખ્ય સર્જન ડૉ. અભિષેક તિવારીએ કહ્યું હતું કે, “દર્દી પેટમાં દુઃખાવા, શ્વાસોશ્વાસની મુશ્કેલી અને વજનમાં વધારાની ફરિયાદ સાથે ભરતી થયા હતા. તેમને તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી, નહીં તો ગાંઠમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ હતા અને અન્ય અંગો પર દબાણ ઓર્ગન ફેઇલ્યરની સંભવિતતા તરફ દોરી ગયું હોત. નસીબજોગે ગાંઠ ઝેરી નહોતી અને દર્દીને અન્ય કોઈ બિમારી નહોતી, જેથી દર્દી ઝડપથી સાજા થયા હતા. સર્જરી પછી એમનું વજન ઘટીને 56 કિલોગ્રામ થઈ ગયું હતું.”
ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સમાં સીનિયર કન્સલ્ટન્ટ, ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ ડૉ. ગીતા ચઢાએ કહ્યું હતું કે, “અંડાશયમાં ગાંઠ થવા માટે કોઈ ચોક્કસ કારણ હોતું નથી, પણ માનવીય શરીરમાં કોષોની રચના દરમિયાન આ ગાંઠ થઈ શકે છે. અંડાશયમાં 50 કિલોગ્રામનો આ પ્રથમ કેસ હોવાથી એને બહાર કાઢવાની પ્રક્રિયા પડકારજનક હતી. આ ગાંઠ વિશાળ હોવાથી આંતરડાનો માર્ગ સંકોચાઈ ગયો હતો અને ચપટો થઈ ગયો હતો,
જેથી આંતરડા પર દબાણ થવાથી અંડાશય ફાટવાનું જોખમ ઊભું થયું હતું. ગાંઠને આખી બહાર કાઢવાની વાતને ધ્યાનમાં રાખીને સર્જરી અતિ સચોટતાપૂર્વક હાથ ધરવાની હતી અને સાથે સાથે અંડાશય કે આંતરડાને નુકસાન ન થાય એ સુનિશ્ચિત કરવાનું હતું. સર્જરી પછી દર્દીએ જબરદસ્ત રિકવરી દેખાડી હતી અને 22 ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી.”