ડૉક્ટર્સ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓ માટે ‘સુપર સેવર’ બની રહ્યા છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણથી સાજા થયેલાં ડૉક્ટર્સ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓ માટે ‘સુપર સેવર’ બની રહ્યા છે.કોરોનાગ્રસ્ત દર્દી સારવારને અંતે કોરોનામુક્ત બને ત્યારે વ્યક્તિના લોહીમાં એન્ટીબોડી બનતા હોય છે.
આ એન્ટીબોડી અન્ય કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં ઉપયોગી થઈ રહ્યા છે. આથી ઘણા ડૉક્ટર્સએ દર્દીઓ પણ ઝડપથી સાજા થાય તેવા ઉમદા હેતુથી પ્લાઝમા ડોનેટ કર્યાં છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે આ અનુસંધાનમાં જણાવ્યું હતું કે, ‘ડૉક્ટર્સ માટે કોરોના વાયરસથી સંક્રમિત થવું એ ‘ઓક્યુપેશનલ હેઝાર્ડ’ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટરો કોરોનાથી ડર્યા વિના ખૂબ જ નિષ્ઠાપૂર્વક કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે, જે ખૂબ જ ગૌરવની વાત છે.’