ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિને અરવલ્લી જિલ્લા ભાજપા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોડાસા: આજે મોડાસામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિને અરવલ્લી જિલ્લા ભાજપા ધ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપા સંગઠનના હોદ્દેદારો તથા ચુંટાયેલા પદાધિકારીઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ ને મહાપરિનિર્વાણ દિને મોડાસા શહેર ના સર્વોદયનગર વિસ્તારમાં ડૉ.આંબેડકર કોમ્યુનીટી હૉલમાં આવેલ બાબાસાહેબની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપા મહામંત્રી શામળભાઇ પટેલ, જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ દીનેશભાઇ પરમાર, મોડાસા તાલુકા ભાજપા પ્રમુખ ભીખુસિંહ એચ. પરમાર (વડવાસા), તાલુકા મહામંત્રી રમેશભાઇ પટેલ, જિલ્લાપંચાયત સદસ્યા અને ચાઈલ્ડ વેલફેર કમિટિ અરવલ્લી જિલ્લા સદ્સ્ય શ્રીમતિ કમળાબેન પરમાર, મોડાસા નગરપાલિકા સદસ્યા શ્રીમતિ નર્મદાબેન રાઠોડ, જિલ્લા સોશિયલ મીડિયા કન્વિનર નીતિન પંડયા સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહી અને આપણા સંવિધાન ના ઘડવૈયા મહામાનવ એવા ડૉ.બાબાસાહેબને પરિનિર્વાણ દિને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી.