ડૉ. એચ.કે.સોલંકી આંબેડકર સેવાશ્રી નેશનલ એવોર્ડથી સન્માનિત થયા
બાયડ તાલુકાના અલવગામના વતની પ્રો.ડૉ. એચ.કે.સોલંકીની વિવિધ સામાજિક સેવાઓ અને સામાજિક સમરસતાની કદર કરીને ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ‘ ડો. બાબાસાહેબ આંબેડકર સેવાશ્રી નેશનલ એવોર્ડ 2019 ‘ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના સાંસદ ડો.સત્યનારાયણ જેટિયા ચેરમેન ભારત સરકારના હસ્તે દિલ્હી ખાતે 8મી ડિસેમ્બરે એવોર્ડ આપી શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.વિશાલ માનવ મેદની વચ્ચે તેમનું વિશિષ્ટ સન્માન થતાં અવિરત સમાજિક સેવાના રથ પર બિરાજમાન થઈને પ્રેરણાના પથ પર સમાજને આગળ વધારવાના સંકલ્પ બદલ ચોતરફથી તેમના પર અભિનંદની પુષ્પ વર્ષા થઈ રહી છે.