Western Times News

Gujarati News

ડૉ. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ટેકો આપતા ડૉ. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહને સંબોધિત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ આજે એક મહિલા અધ્યક્ષ બન્યા છે. જે આપણા સૌ કોઇ માટે ગૌરવની બાબત છે.’

જ્યાર બાદ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસ પક્ષ વતી ડૉ. નીમાબેન આચાર્યને અભિનંદન પાઠવ્યાં. પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં લોકશાહી બચાવવાની જવાબદારી હવે એક મહિલાના શિરે છે.

ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. ત્યારે આ સત્રમાં નવી હરોળની બેઠક વ્યવસ્થા જાેવા મળશે.

વિધાનસભામાં પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી પાસે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને સ્થાન અપાયું છે. તો નવા પ્રધાનોને પ્રથમ અને બીજી હરોળમાં સ્થાન મળશે.જ્યારે આર.સી ફળદુ, પ્રદિપસિંહ સહિતના નેતાઓને બેસવા માટે છેલ્લી પાટલીઓ ગોઠવવામાં આવી છે. ટૂંકમાં સિનિયર પ્રધાનઓને સાઈડલાઈન કરી જુનિયરોને આગળ કરાયા તેવું સ્પષ્ટ ચિત્ર વિધાનસભાની આ બેઠક વ્યવસ્થા પરથી ખ્યાલ આવશે.

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યો છે. બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં આજથી બે દિવસ સુધી વિધાનસભાનું ચોમાસાનું સત્ર યોજાશે. આ ચોમાસા સત્રમાં હવે વિધાનસભમાં જાેવા મળશે નવી હરોળની બેઠક વ્યવસ્થા જાેવા મળશે એટલે કે વિધાનસભાની બેઠક બદલાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.