ડૉ. હર્ષવર્ધને રેડક્રોસ સોસાયટીની ‘ઇ-બ્લડ સર્વિસ’ મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો
આ એપ્લિકેશન સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (CDAC)ની ઇ–રક્તકોષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સંખ્યાબંધ લોકોને તેમના પરિવારમાં કેટલીક ચોક્કસ તબીબી પરિસ્થિતિઓને કારણે લોહી સંબંધિત સેવાઓની નિયમિત ધોરણે જરૂર પડતી હોય છે. આ એપ્લિકેશન દ્વારા, એક સમયે લોહીના ચાર યુનિટ માટે વિનંતી કરી શકાય છે અને આ લોહી લેવા માટે કોઇ વ્યક્તિ આવે તે માટે બ્લડબેંક 12 કલાક સુધી રાહ જોશે.
આ એપ્લિકેશન IRCS NHQ ખાતે લોહીના યુનિટ્સની જરૂર હોય તેવા લોકોને લોહી મેળવવા માટે ખૂબ સરળતા કરી આપે છે.” તેમણે ઉમેર્યું હતું કે, દેશ અત્યારે મહામારીનો સામનો કરી રહ્યો છે તેવા સમયમાં આ મોબાઇલ એપ્લિકેશન જેને લોહીની ખૂબ જ જરૂર હોય તેવા લોકોને મોટી સહાયતા પૂરી પાડશે.
ડૉ. હર્ષવર્ધને પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના સમયમાં રક્તદાન કરનારા તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓની પ્રશંસા કરી હતી. રેડક્રોસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાતાઓને આવનજાવન માટે સુવિધા પૂરી પાડીને અથવા રક્તદાનનના સ્થળે લોહી એકત્ર કરવા માટે બ્લડ કલેક્શન મોબાઇલ વાન મોકલીને રક્તદાન માટે સુવિધા કરી આપી હતી.