Western Times News

Gujarati News

ડોક્ટર્સે ખુબ ફાળો ખાવાની સલાહ આપતા કિંમતો વધી ગઈ

પ્રતિકાત્મક

કોરોનાના કહેર વચ્ચે લોકો સંતરા, કિવિ પર તૂટી પડતા ભાવમાં વધારો

(એજન્સી) અમદાવાદ, કોરોનાનો કહેર વધતા જ લોકો ફ્રુટ ખાવાનુૃ ચાલુ કરી દીધુૃં છે. એમાૃય ખાસ કરીને કીવિ અને સંતરાનો વધુ ઉપયોગ થતાં ભાવોમાં અસહ્ય વધારો આવી ગયો છે. જ્યારે સામાન્ય દિવસોમાં મળતા ફ્રૂટના દોઢા ભાવ થઈ ગયા છે.

સામાન્ય દિવસોમાં સંતરા રૂા.૮૦ થી ૧૦૦ ના ડઝન મળતા હતા એ હોલસેલ માર્કેટમાં રૂા.ર૦૦ થી રપ૦ ડઝન અને નાના વેપારીઓને વેચાણ કરવા આપવામાં આવતા નથી.જ્યારે કિવિ સામાન્ય દિવસોમાં રૂા.૧૦ એક મળતી હતી એ હાલમાં રૂા.રપ થી ૪૦માં મળી રહી છે. મોસંબીનો પાંચ ડઝનનો થેલો રૂા.૪૦૦ થી પ૦૦માં મળતો હતો એ અત્યારે રૂા.૬૦૦થી ૭૦૦માં મળી રહ્યો છે.

જ્યારે છૂટક મોસંબી એક ડઝનના રૂા.રપ૦ માં મળી રહી છે. દેશી સફરજન એક કિલોના રૂા.૮૦ મળતા હતા એ વધીને રૂા.૧૪૦ ના કિલો, ઈમ્પોર્ટેડ સફરજન રૂા.ર૦૦ કિલો મળતા હતા એના વધીને રૂા.ર૭પ થી ૩૦૦ કિલોના, કેળા ડઝન રૂા.૩૦ મળતા હતા એ વધીને રૂા.પ૦ ના થઈ ગયા. માલ્ટા દેશી રૂા.પ૦ થી વધીને ૮૦ અને વિદેશી માલ્ટા રૂા.૯૦ કિલોથી વધીને રૂા.૧પ૦ ના કિલો થઈગયા છે. જ્યારે લીલા નાળીયેર એકના રૂા.૩૦ થી વધીને રૂા.૪૦ થી ૬૦ થઈ ગયા છે.

પાઈનેપલ રૂા.પ૦નુ હતુ તે વધીને રૂા.૭૦નુૃ થઈ ગયુ છે. તડબૂચ રૂા.ર૦થી ૩૦નું કિલો, ટેટી રૂા.૩૦ થી ૪૦ કિલો મળી રહી છે. દ્રાક્ષ લીલીના કિલોના રૂા.૭૦ અને કાળી દ્રાક્ષના કિલોના રૂા.૮૦ મળી રહી છે. જ્યાર લીંબુના ભાવો સામાન્ય દિવસોમાં રૂા.૬૦ના કિલો મળતા હતા એ વધીને અત્યારે રૂા.રૂા.૧પ૦ થી ૧૬૦ થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.