Western Times News

Gujarati News

ડોક્ટર્સ ૩૨૫ ગ્રામની બાળકીને જોઈને આશ્ચર્યમાં

નવી દિલ્હી, બ્રિટનમાં જન્મેલી ટાઈની હેન્ના ેંદ્ભના ૨૦ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની બાળકી છે જે જીવતી બચી છે. હેન્નાનું વજન માત્ર ૩૨૫ ગ્રામ છે. તેની બચવાની શક્યતા ૨૦ ટકાથી પણ ઓછી હતી, પરંતુ બાળકીએ ચમત્કાર કર્યો. તેનું વજન વધી રહ્યું છે. તેણે જાતે જ શ્વાસ લેવાનો પ્રયાસ પણ કર્યો.

તે જીવન સાથે સંઘર્ષ કરી રહી છે. બેબી હેનાનો જન્મ ૨૫મા અઠવાડિયામાં થઈ ગયો હોવાના કારણે તેનો સંપૂર્ણ વિકાસ થઈ શક્યો નથી. હવે તબીબો તેને બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. હેનાની માતા એલી પેટન પોતે માત્ર ૧૭ વર્ષની છે. તેના માટે પોતાના બાળકને આ સ્થિતિમાં જાેવું સરળ નથી. હેન્ના હવે ઇન્ક્યૂબેટરમાં છે. તે એટલી નબળી છે કે ઠંડીથી બચાવવા માટે બ્લેન્કેટને બદલે તેને બબલરેપ કરવામાં આવી છે.

કારણ કે તે બ્લેન્કેટની સરખામણી ખૂબ જ વજનમાં હળવા હોય છે. એલી અને તેના પાર્ટનર બ્રેન્ડન સ્ટિબલ્સને નિયમિત સ્કેનિંગ દરમિયાન બાળકના ઓછા ગ્રોથ વિશે ડોકટરો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ડો.ના જણાવ્યા અનુસાર પ્રેગ્નન્સીના ૨૨માં અઠવાડિયામાં પણ બેબી હેનાનો ગ્રોથ ૧૬ અઠવાડિયાના બાળક જેટલો હતો. જેને લઈને ડોક્ટર્સે ચિંતા વ્યક્ત કરી હતી. થોડા અઠવાડિયા પછી ૨૫મા અઠવાડિયામાં એલીએ હેનાને જન્મ આપ્યો.

તે એક ઇમરજન્સી સર્જરી હતી જે ડિલિવરી માટે કરવી પડી હતી. ૨૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ એલીની તબિયત અચાનક બગડી હતી. પેટ અને છાતીમાં દુખાવાને કારણે તેને આયરશાયરની ક્રોસહાઉસ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, પરંતુ ત્યાં આરામ ન મળતા તેને તરત ગ્લાસગોની ક્વિન એલિઝાબેથ હોસ્પિટલ લઈ જવામાં આવી.

ત્યાં બેબી હેનાનો જન્મ થયો હતો. એલી પેટનના જણાવ્યા અનુસાર રૂટિન ચેકઅપ દરમિયાન તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. થોડીક હળવી સારવાર પછી બ્લડ પ્રેશર ૨ દિવસમાં સામાન્ય થઈ ગયું. ત્યારે એવું લાગ્યું કે બધું સારું થઈ ગયું છે. ઘરે પહોંચ્યા પછી અચાનક દુખાવો થયો અને સર્જરી કરવી પડી.

હેન્નાની પહેલા યુકેમાં ૨૦૦૩માં જન્મેલી સૌથી નાની બાળકી આલિયા હાર્ટ હતી, જેનું વજન ૧૨ર્ડ જ્યારે હેન્નાનું વજન ૧૧ર્ડ છે. હેન્નાનું વજન ૫૦૦ ગ્રામ થઈ જશે પછી તેને ક્રોસહાઉસ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. હાલમાં એલીની માતા સ્ટેસી મિલર મુશ્કેલ સમયમાં તેની સાથે છે. આશા છે કે હેના ટૂંક સમયમાં તેના માતાપિતા સાથે ઘરે જઈ શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.