Western Times News

Gujarati News

ડોક્ટર ગ્રામિણ ક્ષેત્રના કોવિડ વિભાગમાં જવા સામે ઇનકાર કરે તો સરકાર તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરી શકે?

ફરજ બજાવી રહેલા જે તે ક્ષેત્રના નિષ્ણાત બોન્ડેડ ડોક્ટર્સને ગ્રામિણ ક્ષેત્રના કોવિડ વિભાગમાં જવા સામે ઇનકાર કરે તો સરકાર તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરી શકે? તે મુદ્દે હાઇકોર્ટના આખરી હુકમ પર સૌની નજર !!

તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે જ્યારે ડાબી બાજુ ની ઇન્સેટ તસવીર ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ તથા જસ્ટિસ શ્રી જે.બી.પરડીવાલાની છે તેમની ખંડપીઠ સમક્ષ હાલ ૨૫૧ જેટલા બોન્ડેડ ડોક્ટર્સે સરકાર વિરુદ્ધ કરેલી અરજી ની સુનાવણી ચાલી રહી છે!

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ડોક્ટર્સ તરફ થી એડવોકેટ શ્રી અમિતભાઈ પંચાલ અને સિનિયર એડવોકેટ શ્રી સંજયભાઈ હેગડેએ એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે સરકાર સમક્ષ લખી આપેલ બાહેધરી છે પરંતુ જેમાં કહેવાયુ છે કે અમે સેવા આપી શું, પરંતુ શું સરકાર ને એવી જરૂર છે? શું તેઓ આ રીતે ફરજિયાત બોલાવી શકે અથવા તો ફોજદારી કાર્યવાહી કરી શકે?!

અમે ગુજરાત માં જ છીએ અને ગુજરાત માં જ કામ કરી રહ્યા છીએ! ત્યારે હાઇકોર્ટ ની ખંડપીઠ તરફ થી એવો સવાલ પૂછાયો હતો કે “ તમે સરકાર ની સામે આવી ને કેમ કહેતા નથી કે કોવિડ ના સમય માં હાલ જ્યાં ફરજ બજાવી રહ્યા છીએ ત્યાં અમારી વધુ જરૂર છે! તમે સામે કેમ આવવા માગતા નથી”!!

તો બીજી તરફ સરકાર તરફ થી મનીષાબેન લવકુમાર શાહ ની રજૂઆત છે કે “ બોન્ડ ગ્રામીણ સેવા માટે છે સરકાર કાબેલ વિધ્યાર્થીઑ ને સબસિડાઈઝ શિક્ષણ આપે છે અને તેમની પાસે થી થોડા સમય ગ્રામીણ સેવા ની અપેક્ષા રાખે છે અને સરકાર કોવિડ સમય માં વિશેષ પગલાં લેવા માગે છે

આ સંજાેગો માં હવે ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી જે.બી.પરડીવાળા આખરી શું ર્નિણય આપે છે તે જાેવાનું રહેશે હાઇકોર્ટ અનેક મહત્વ પૂર્ણ બાબત જાેવાની થશે કે હાલ ડોક્ટરો ફરજ નથી બજાવી રહ્યા એવું નથી પરંતુ બદલી કરવા ની આનાકાનીની વાત છે ત્યારે સરકાર ડોક્ટરો ની સામે ફોજદારી ગુનો નોધી શકે?!

આવી બાબત કઈ રીતે ફોજદારી ગુના માં આવી શકે?!બીજાે મુદ્દો એ છે કે કથિત તર્જજ્ઞ ડોક્ટરો બોન્ડેડ હોય ત્યારે આ સમય દરમ્યાન તેઓ ગ્રામીણ વિસ્તાર માં સેવા આપવાનો ઇનકાર કઈ રીતે કરી શકે?!પણ સાથે એ મુદ્દો છે કે જે તે ક્ષેત્ર ના નિષ્ણાત ડોક્ટરો ને કોવિડ વિભાગ માં મોકલી આપી ને સરકાર ખાસ વિભાગીય નિષ્ણાતો ની સેવા પરોક્ષ રીતે બંધ કરી શકે?! ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી જે.બી.પરડીવાળા આ મહત્વ પુર્ણ અરજી નો શું નિકાલ કરે છે તે જાેવાનું રહે છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી જે.બી.પરડીવાલાની ખંડપીઠ નો ડોક્ટર્સ ને સવાલ “તમે સરકાર સામે આવી ને કેમ નથી કહેતા કે અમે કોવિડ સમય માં હાલ જ્યાં ફરજ બજાવી રહ્યા છે ત્યાં તમારી જરૂર છે?!

અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક માર્ટિન એચ ફિશરે કહ્યું છે કે “ એક ડોક્ટરે દિવસ ના ૧૮ કલાક અને અઠવાડીયા માં સાતે દિવસ કામ કરવું જાેઈએ જાે તેમ તે ન કરી શકતા હોય તો આ વ્યવસાય છોડી દે”!! અમેરિકા ના જાણીતા ભૌતિક શાસ્ત્રી જે રોબર્ટ ઓપન હેરે કહ્યું છે કે “કુદરત ના વિશ્વ માં કશું જ ગોપનીય નથી એ તો માણસ ના વિચારો જ છે

જેને કોઈ કળી શકતું નથી”!!ગુજરાત ના ૨૫૧ બોન્ડેડ ડોક્ટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે કોરોના ફરજિયાત સારવાર ના મુદ્દે એફ.આઈ.આર નોધવા સામે થયેલી અરજી ના સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી જે.બી.પરડીવાળા ની ખંડપીઠ માં ચાલતી સુનાવણી ના સંદર્ભે કોર્ટ સરકાર ને સૌગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે

તો બીજી તરફ કોવિડ ડ્યૂટી ના નામે બદલી કરવા ના સરકાર ના આદેશ થી નારાજગી વ્યક્ત કરી છે શું ડોક્ટર પોતાની ફરજ ગ્રામીણ વિસ્તાર માં બજાવવાનો ઇનકાર કરી શકે તો બીજી તરફ સરકાર ડોક્ટરો ને પોતાની મૂળભૂત ફરજ બજાવવા ફરજ પાડવા ફોજદારી ગુનો રજીસ્ટર કરી શકે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.