ડોક્ટર દંપત્તીએ ૬૦ ગરીબ દર્દીની મફત સારવાર કરી
મોરબી: અહીં ડોકટર દંપતિનું માનવીય કાર્ય સામે આવ્યું છે. આ દંપતિએ ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દિવાળી પર પણ ફ્રી સારવાર આપી ડોક્ટરે માનવતા મહેકાવી છે. મોરબીમાં ગરીબો માટે આંખની મફત સારવાર કરી રહ્યા છે.
દિવાળીના તહેવારોમાં તેમણે ૬૦થી વધુ દર્દીઓની ફ્રીમાં સારવાર કરી હતા, જ્યારે ગરીબ પરિવારના ૧૧૦૦ લોકોને ઓપરેશનની ફ્રી સારવાર આપી માનવતા મહેકાવી દીધી છે. મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં પ્રતિષ્ઠિત ડોકટર કાતરિયા નિવૃત્ત થઈ જતા હવે મોરબી જીલ્લાના લોકોને મોતિયા માટે રાજકોટ જવું પડે છે
કેમ કે, સામાન્ય વર્ગના લોકોને આ મોતીયાનો ખર્ચ પોસાય તેવી સ્થિતિ હોતો નથી, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડો.કાતરિયા લોકો આંખના દર્દીઓ માટે ભગવાનથી કમ ન હતા અને અચાનક જ આ સુવિધા બંધ થઈ જતાં હવે મોરબીના ખાનગી સુદીપ હોસ્પિટલના ડો. કૌશલ ચીખલીયા આગળ આવ્યા છે. મોરબીના ખાનગી સુદીપ હોસ્પિટલના ડો.કૌશલ પટેલ અને તેના પત્નીએ સાથે મળી નવા વર્ષમાં એક નવો સંકલ્પ કર્યો છે,
જેમાં ગરીબ પરિવારના દર્દીઓને તદ્દન ફ્રી સારવાર કરવાનો નીર્ધાર કર્યો છે અને ગરીબ પરિવાર કે જેઓ પોતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં ન કરાવી શકે તેવા દર્દીઓને દવાથી લઈને ઓપરેશન સુધીનો તમામ ખર્ચ આ ડોક્ટર દંપતી ભોગવવાનું નક્કી કર્યું છે. સાથે જ આ વાતની જાહેરાત પણ કરી વધુમાં વધુ ગરીબ પરિવારના લોકો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે.એટલું જ નહીં મોરબીના દિવાળીના તહેવારોમાં જ્યારે ઇમરજન્સી સિવાય કોઈ સ્પેશ્યલ ડોક્ટર સારવારમાં ન હતા
ત્યારે ડો. કૌશલ પટેલ દ્વારા ૯૫થી વધુ દર્દીઓના ઘરે તેમજ પોતાની હોસ્પિટલમાં સ્ટાફ ન હોવા છતાં પત્ની સાથે મળી અને સારવાર કરી હતી અને એ પણ તદ્દન ફ્રીમાં. આ બાબતે ડો.કૌશલ ચીખલીયાએ જણાવ્યું હતું કે, તેઓએ રાજસ્થાન અમદાવાદ શીતન અનેક શહેરોમાં હોસ્પિટલમાં ફરજ બજાવી છે. પરંતુ કોઈક માટે કંઈક કરી છૂટવાની ભાવનાએ આ વિચાર અમલમાં મુકાવ્યો છે અને સાથે જ ગરીબ પરિવારના દર્દીઓના આશીર્વાદથી વધુ તેઓને કઈ જ ન જોઈતું હોવાનું પણ જણાવ્યું છે,
ત્યારે મોરબી જીલ્લામાં જે લોકો પોતાની આંખની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી ન શકે તેમ હોય તેવા લોકો મોરબીની સુદીપ હોસ્પિટલ અને ડૉ.કૌશલ ચીખલીયાનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. આજદિન સુધીમાં ડો.કૌશલ દ્વારા ૧૧૦૦થી વધુ ગરીબ પરિવારના લોકોને ફ્રી સારવાર આપી છે.