ડોક્ટર દ્વારા દૂધમાં નશીલું દ્રવ્ય નાખીને બાળકીઓ સાથે દુષ્કર્મ
દહેરાદૂન: ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૬૦ વર્ષના એક ડૉક્ટર પર ૩ વર્ષ અને ૭ વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આરોપી પોતાને વ્યવસાયે ડૉક્ટર હોવાનું જણાવે છે. તેણે દૂધમાં બેભાન કરવાની દવા મેળવી માસૂમો સાથે દુષ્કર્મ આચર્યું.
બંને માસૂમોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ, મામલાની ગંભીરતાને જોતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી આરોપી ડૉક્ટરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, આ મામલો પટેલ નગર પોલીસ સ્ટેશનની હદનો છે.
અહીં એક તથાકથિત ૬૦ વર્ષના ડૉક્ટર ભારત ભૂષણ પર દૂધમાં નશીલો પદાર્થ મેળવીને ૭ અને ૩ વર્ષની બે બહેનો સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ડૉક્ટરાન ઘરમાં એક મહિલા પોતાની બે દીકરીઓ સાથે રહેતી હતી. તે મહિલા આ ડૉક્ટરના ઘરનું કામકાજ પણ કરતી હતી.
રવિવારે મહિલા પોતાના પરિચિતના ઘરે ગઈ હતી. તે સમયે ભારત ભૂષણે બંને માસૂમોને દૂધમાં બેભાન થવાની દવા મેળવીને પીવડાવી દીધું. જ્યારે બંને બેભાન થઈ ગઈ તો આરોપીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. પીડિતાની માતાનું કહેવું છે કે તે એક વાગ્યે જ્યારે ઘરે પહોંચી તો તેણે જોયું કે તેની બંને દીકરીઓ બેભાન પડી છે.
તેને આ હાલતમાં જોઈ માતાએ ડૉક્ટરને તે અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તેની પર કોરોના સંક્રમણ છે. હું જોઈ લઈશ, તું રહેવા દે. પરંતુ માતાએ બાળકીઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં જાણવા મળ્યું કે તેમની સાથે દુષ્કર્મ થયું છે. ત્યારબાદ પીડિત માતાએ પોલીસને ઘટનાની જાણ કરી.
બીજી તરફ, મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ડૉક્ટરની ધરપકડ કરી લીધી. મામલામાં એએસઆઈ ભુવન ચંદ પૂજારીનું કહેવું છે કે જેવી મામલાની ફરિયાદ મળી, પ્રાથમિક તપાસમાં આરોપી પરના આરોપ સાચા હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ઘરે જઈને પોલીસે આરોપી ડૉ. ભારત ભૂષણને પોક્સો એક્ટમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.