ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીની સાંજે તાજમહેલનો દીદાર કરશે
નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. ટ્રમ્પ અને મેલાનિયા ૨૪ ફેબ્રુઆરીએ આગ્રામાં તાજમહેલનો દીદાર કરી શકે છે. આ બંને ૨૪ ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત સમયે તાજને જોવા જઈ શકે છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ યાત્રા પહેલા એએમસીએ શનિવારે ‘નમસ્તે ટ્રમ્પ’ વાળા પોસ્ટર ટિ્વટ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાશિંગટનથી સીધા અમદાવાદ આવશે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ગુજરાત માટે ઐતિહાસિક પુરવાર થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો મુજબ આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ૨૫ ફેબ્રુઆરીએ અહીં દેશના મોટા ઉદ્યોગપતિઓને મળશે. ટ્રમ્પનો આ પ્રવાસ અંગે અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આગામી ભારત પ્રવાસ યોગ્ય સમયે થઈ રહ્યો છે જેનાથી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં નવો દોર શરૂ થઈ શકે છે.તેમનું કહેવું છે કે બંને દેશોના નેતાઓ માટે એ મહત્વપૂર્ણ છે કે તે લોકતંત્ર, માનવાધિકારો, વિવિધતા અને કાયદાની વ્યવસ્થામાં પ્રતિબદ્ધતાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એવા એકમાત્ર રાષ્ટ્રપતિ રહ્યા જે પોતાના કાર્યકાળ દરમિયાન બે વાર ભારત આવ્યા અને ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થયો. તેમના પ્રવાસથી રક્ષા, ઉર્જા અને વેપારમાં ઐતિહાસિક પ્રગતિ થઈ. તેઓએ કહ્યું કે, મને ગર્વ છે કે હું પ્રત્યક્ષ રીતે આ પ્રગતિનો સાક્ષી બન્યો.