ડોનાલ્ડ ટ્રંપના વીઝા પ્રતિબંધ ઓર્ડર પર અમેરિકી કોર્ટની રોક
વોશિંગ્ટન, અમેરિકી કોર્ટે ડોનાલ્ડ ટ્રંપના તે નિર્ણયને રદ કરી ટોકરીમાં નાખી દીધો છે. જેમાં તેમણે એચ૧ વીઝા (એચ૧બી વીઝા) પર પ્રતિબંધ લગાવ્યો હતો કોર્ટના આ નિર્ણય માટે જમીન ભારતીય મૂળના જજ અમિત મહેરાએ તૈયાર કરી હતી જેમણે ડોનાલ્ડ ટ્રંપના વીઝા પ્રતિબંધના નિર્ણય પર એ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને વીઝા કે અપ્રવાસન સંબંધી નિર્ણય લેવાનો અધિકાર જ નથી.
કોલંબિયાના ડિસ્ટ્રિકટ જજ અમિત મહેરાએ ઓગષ્ટમાં મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રંપને વીઝા પ્રતિબંધનો નિર્ણય લેવાનો અધિકાર નથી તે સમયે આ મામલાની સુનાવણી ચાલી રહી હતી જેના પર હવે કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જૈફ્રે હવાઇટે નિર્ણય સંભળવાતા ડોનાલ્ડ ટ્રંપના આદેશની વિરૂધ્ધ નિર્ણય આપ્યો છે. ડિસ્ટ્રિકટ જજ હવાઇટે કહ્યું કે અમેરિકાનું બંધારણ કોંગ્રેસ એટલે કે સંસદની પ્રત્યે જવાબદાર છે નહીં કે રાષ્ટ્રપતિ પ્રત્યે,તેમણે બંધારણની કલમ ૧નો ઉલ્લેખ કરતા કહ્યું કે ઇમિગ્રેશન પોલીસી પર નિર્ણય લેવાનો અધિકાર કોંગ્રેસનો છે રાષ્ટ્રીને સીધી રીતે આ નિર્ણય લેવાનો અધિકાર નથી.
જાે કે કલમ ૨ હેઠળ રાષ્ટ્રપતિ એવો નિર્ણય લઇ શકે છે પરંતુ તે નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરા હેઠળ હોઇ શકે છે રોજગારને આધાર બનાવી નહીં તેમણે કહ્યું કે ટ્રંપે જે આદેશ જારી કર્યો તે રાજાશાહી જેવો હતો જયારે અમેરિકા લોકતંત્રિક દેશ છે અને ઇમિગ્રેશન પોલીસી જેવા મામલા પર કોંગ્રેસની સહમતિ વિના આવો આદેસ જારી કરી શકાય નહીં ૨૫ પાનાના પોતાના નિર્ણયમાં તેમણે કહ્યું કે ટ્રંપના નિર્ણય માટે યોગ્ય માહોલ ન હતો.
ટ્રંપે જુન મહીનામાં એમ કહીને એચ૧બી,એચ ૨ એલ અને જે વીજા જારી કરવા પર રોક લગાવી હતી કે તેનાથી અમેરિકી નાગરિકોના હિતોની રક્ષા થશે અને તેમને રોજગાર મળશે ટ્રંપે કોરોના મહામારીને કારણે અમેરિકી નાગરિકોની બેરોજગારી ખતમ કરવા માટે આ પગલું ઉઠાવ્યુ ંહતું. તેમના આ નિર્ણયની વિરૂધ્ધ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ડોનાલ્ડ ટ્રંપનો નિર્ણય કાનુની રીતે ખોટો હતો.HS