ડોનાલ્ડ ટ્રમ્પનું હવે 14 દિવસ માટે પણ રાષ્ટ્રપતિ પદ ઉપર રહેવું મુશ્કેલ
વોશિંગટન, અમેરિકાની કેપિટલ બિલ્ડિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા થયેલા હિંસા બાદ અમેરિકાના ઘણા સાંસદો અને સંગઠનો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. જે બિલ્ડિંગમાં ટ્રમ્પના સમર્થકોએ હોબાળો કર્યો તે બિલ્ડિંગમાં અમેરિકી કોંગ્રેસના સભ્યો બેસે છે. આ ઘટના બાદ ઘણા સાસંદો તેમજ ગવર્નરો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર કરવા માટે તેમના પર મહાભિયોગની કાર્યવાહિ થવા તો
અમેરિકન બંધારણના 25મા સંસોધનના ઉપયોગની માંગ કરી રહ્યા છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે ટ્રમ્પના કાર્યકાળમાં માત્ર 14 દિવસ બાકી છે, પરંતુ બુધવારે સાંજે થયેલી આ ઘટના બાદ તેમના પર કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આ પહેલા પમ એક વખત ટ્રમ્પ ઉપર મહાભિયોગ લગાવવાનો પ્રયત્ન થયો હતો, જે નિષ્ફળ થયો હતો. 6 જાન્યુઆરીએ એમેરિકી કોંગ્રેસ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ઉપર અંતિમ મહોર લગાવવાની હતી. ટ્રમ્પ સમર્થકોએ તેને રોકવા માટે કેપિટલ બિલ્ડિંગ પર હૂમલો કર્યો. આ ઘટના પહેલા ટ્રમ્પે પોતાના સમર્થકોને ઉશેક્રવા માટે ઘણા બધા ટ્વિટ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની અંદર ગોટાળઓ થયો હોવાના આરોપ સાથે સત્તા છોડવાની ના પાડી રહ્યા છે. ત્યાં સુધી કે તેમની દીકરી ઇવાંકા ટ્રમ્પે હિંસક સમર્થકોને દેશભક્ત ગણાવી દીધા. જો કે વિવાદ થયા બાદ તેણે ટ્વિટ ડિલીટ કર્યુ. રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીના સભ્યોએ ટ્રમ્પ સમર્થકોના આ કૃત્યોના નિંદા કરી છે.
વર્જીનિયાના ડેમોક્રેડિક પાર્ટીના સંસદે કહ્યું કે ટ્રમ્પ આપણી લોકશાહી માટે જોખમરુપ છે. હું તેમને પદ ઉપરથી દૂર કરવા માટે મહાભિયોગના સમર્થનમાં છું. તેમણે કહ્યું કે બંધારણના 25મા સંશોધનના આધારે ટ્ર્મ્પને સત્તા પરથી દૂર કરવા વધારે સરળ બનશે. વિપક્ષ તો ઠીક પરંતુ ટ્રમ્પની પોતાની પાર્ટીના નેતા તેમને પદ ઉપરથી દૂર કરવની માંગ કરી રહ્યા છે.
અમેરિકાના મુખ્ય ખબાર ધ વોશિગટન પોસ્ટમાં પમ ટ્રમ્પને પદ ઉપરથી દૂકર કરવાની માંગ કરી છે. તેમણે પણ 25મા બંધારણિય સંશોધનનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગલા 14 દિવસ પમ પદ ઉપર રહેવા માટે અયોગ્ય છે. તેમના કાર્યકાળનો એક એક સેકેન્ડ કાનૂન વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. વોશિંગટન પોસ્ટે ઉપ રાષ્ટ્રપતિ માઇક પેંસને કેબિનેટ બોલાવીને બાકીના કાર્યકાળની જવાબદારી સંભાળવાની અપીલ કરી છે.