ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારેય પણ ટ્વિટર પર નહીં મળે મંજુરી
વોંશિગ્ટન, કેપિટલ હિંસા થઇ ત્યારથી ટ્રમ્પ વિરૂધ્ધ લોકોનો ગુસ્સો શાંત થયો નથી, હવે ટ્વિટરનાં CFO નેડ સેગલે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારેય પણ ટ્વિટર પર પાછા ફરવાની મંજુરી આપવામાં આવશે નહીં.
એક ઇન્ટર્વ્યુંમાં તેમણે કહ્યું કે જ્યારે કોઇને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે છે તો તેમને કાયમીપણે હટાવાય છે, પુર્વ રાષ્ટ્રપતિને પણ હવે કાયમ માટે હટાવી દેવામાં આવ્યા છે, તમે પછી કોઇ મોટા ટિપ્પણીકાર હોય, CEO હોય કે પુર્વ કે વર્તમાનમાં મોટા નેતા હોય. નેડ સેગલે ભારપુર્વક જણાવ્યું કે પુર્વ પ્રમુખ પરનો પ્રતિબંધ પાછો ખેંચવામાં નહીં આવે.
ટ્વીટરનાં CFOએ જણાવ્યું કે અમે પારદર્શિતા પર વિશ્વાસ કરીએ છિએ, અમે માનીએ છિએ કે આ એક સારી બાબત છે, 6 જાન્યુઆરીનાં દિવસે કેપિટલ હિંસા બાદ ટ્રમ્પને કાયમ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા, તેમની સાથે જ ટ્વિટરે કેટલાક મોટા પ્રોફાઇલ સમર્થકોને પણ ખોટી માહિતી શેર કરવા માટે 70 હજારથી પણ વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
પુર્વ પ્રમુખે આ સપ્તાહે પોતાના બીજા મહાભિયોગનાં કેસનો સામનો કર્યો, તેમની વિરૂધ્ધ ઘણા સાંસદોએ સતત પોતાની પ્રતિક્રિયા આપી અને સેનેટને નિવેદન આપ્યું કે ટ્રમ્પને સજા કરવામાં આવે, જો કે તેમના વકીલે પણ તેમનો પક્ષ રાખતા ટ્રમ્પને હિંસાથી અલગ બતાવ્યા.