ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજતા ભક્તનું નિધન
હૈદરાબાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક ભક્તનું રવિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. બુસા ક્રિષ્ના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભગવાનની જેમ પૂજા કરતો હતો. ટ્રમ્પને છેલ્લા થોડા દિવસોથી કોરોના થયો હોવાથી ક્રિષ્ના ખૂબ જ વ્યથિત રહેતો હતો.
રવિવારે તેનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. મળતી માહિતી પ્રમાણે ૩૮ વર્ષીય બુસા ક્રિષ્નાનું તેના એક સંબંધીના ઘરે નિધન થયું હતું. ક્રિષ્ના તેલંગાણાના મેડક જિલ્લાના તૂપરન ખાતે તેના સંબંધીના ઘરે ચા પી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. જે બાદમાં તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડામાં આવ્યો હતો. હૉસ્પિટલ ખાતે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બુસાના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે ટ્રમ્પને કોરોના થયા બાદથી તે ખૂબ જ ચિંતામાં રહેતો હતો. જ્યારથી તેણે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને કોરોના થયાનું સાંભળ્યું હતું ત્યારથી તે બરાબર જમતો પણ ન હતો. જનગાંવ જિલ્લાના કોને ગામનો નિવાસી બુસ ક્રિષ્ના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એટલો મોટો પ્રશંસક છે કે તેણે પોતાના ઘરે ૧.૩૦ લાખ રૂપિયાના ખર્ચે ટ્રમ્પની એક મૂર્તિ સ્થાપી હતી.
આ મૂર્તિને તે દરરોજ પૂજા કરો હતો. ગામના લોકો તેને ‘ટ્રમ્પ ક્રિષ્ના’ તરીકે ઓળખતા હતા. ક્રિષ્ના વ્યવસાયે એક ખેડૂત હતો. ક્રિષ્ના એવું માનતો હતો કે જ્યારથી અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પ બિરાજમાન થયા છે ત્યારથી તેઓ કોઈ પણ મુદ્દે ફટાફટ ર્નિણય લઈ રહ્યા છે.
પોતાના ઘરે ટ્રમ્પની મૂર્તિની સ્થાપન કરીને તેની પૂજા કરવા બદલ લોકો ક્રિષ્ના પર હસતા હતા. અનેક લોકો તેને મનોવૈજ્ઞાનિક પાસે જવાની સલાહ પણ આપતા હતા. જોકે, આ તમામ વચ્ચે ટ્રમ્પ પ્રત્યે ક્રિષ્નાના પ્રેમમાં જરા પર ઓટ આવી ન હતી. ક્રિષ્ના દર શુક્રવારે ટ્રમ્પના દીર્ઘાયું માટે ઉપવાસ રાખતો હતો.
એટલું જ નહીં, કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા તે ટ્રમ્પની તસવીર સામે રાખીને પ્રાર્થના કરતો હતો. ક્રિષ્નાના પરિવારે જણાવ્યું હતું કે, જ્યારે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને કોરોના થયાની માહિતી મળી હતી.