ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયા અને પરિવાર સાથે તાજનો દિદાર કર્યો
આગ્રા, અમદાવાદના પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલિનિયા અને પરિવાર સાથે આગ્રામાં તાજમહેલનો દીદાર કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે તાજનું દીદાર કર્યું હતું. પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલને નિહાળીને ટ્રમ્પ અને મેલેનિયા અને પરિવાર અભિભૂત થયા હતા. આ દરમિયાન ટ્રમ્પે તાજમહેલમાં રાખવામાં આવેલી વિઝીટર બુકમાં નોંધ પણ લખી હતી.
ટ્રમ્પની મુલાકાત સમયે તાજમહેલની ચારે તરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદેશી પ્રવાસીઓમાં તાજમહેલનું ભારે આકર્ષણ જોવાયું હતું. ભારતના પ્રવાસે જે કોઇ પણ વીવીઆઇપી આવે છે તેઓ તાજમહેલની મુલાકાતે અચુક આવે છે. આ પહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ તાજમહેલની મુલાકાત લઇ ચુક્યા છે.