ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના બીજા 47 અધિકારીઓ સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના 48 અધિકારીઓ સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે.
સામાન્ય રીતે દાઉદ ઈબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રિય સ્તરના ગુનેગારો માટે ઈન્ટરપોલ આવી નોટિસ કાઢતુ હોય છે પણ ઈરાને ગયા વર્ષે તેના લશ્કરી અધિકારી કાસિમ સુલેમાનીની હત્યાના સંદર્ભમાં ઈન્ટરપોલ પાસે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે નોટિસ કાઢવાની માંગ કરી હતી .ઈરાનનુ કહેવુ છે કે, જનરલ સુલેમાનીની હત્યાનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો.એ પછી અમેરિકા અને ઈરાને વચ્ચે ગમે ત્યારે યુધ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ પણ ઉભી થઈ હતી.
ઈરાને માંગણી કરી છે કે, ટ્રમ્પ તેમજ બીજા 47 અમેરિકન અધિકારીઓની ધરપકડ કરવામાં આવે.આ અનુરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે, આ લોકોની જનરલ સુલેમાનીની હત્યામાં ભૂમિકા હતી.ઈરાન આ તમામ લોકોને સજા અપાવવા માટે કટિબદ્ધ છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીની બગદાદમાં એરપોર્ટ પાસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં હત્યા કરાઈ હતી.અમેરિકાના ડ્રોન હુમલામાં તેમનુ મોત થયુ હતુ.
ઈન્ટરપોલે એવા સમયે નોટિસ કાઢી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.કેટલાકનુ માનવુ છે કે, પ્રમુખ તરીકેના તેમના અધિકારો સમાપ્ત થઈ ગયા બાદ આ નોટિસ તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.