Western Times News

Gujarati News

ડોન દાઉદના નજીકના સાથી મુન્નાને ન સોંપવા માટે નિર્ણય

મુન્ના ઝિંગડાને થાઇલેન્ડથી ભારત લાવવા માટેના પ્રયાસને મોટો ફટકો: મુન્ના છેલ્લા ૧૬ વર્ષોથી થાઇલેન્ડની જેલમા
નવી દિલ્હી, ડી કંપનીના એક મોટા ગેંગસ્ટર મુન્ના ઝિંગડાને થાઇલેન્ડમાંથી પરત લાવવા માટેના ભારતના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. તે છોટા રાજનની હત્યાના પ્રયાસમાં છેલ્લા ૧૬ વર્ષથી થાઇલેન્ડની જેલમાં સજા ગાળી રહ્યો છે. થાઇલેન્ડની એક કોર્ટે વર્ષ ૨૦૧૮માં નીચલી કોર્ટના એવા આદેશને ફગાવી દીધો હતો જેમાં તેને ભારતીય નાગરિક તરીકે ગણાવીને તેને ભારત પ્રત્યાર્પણ કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી. ભારતીય ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હાલના ગતિવિધી નિરાશ કરનાર તરીકે છે.

નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફિંગરપ્રિન્ટ, ડીએનએ સેમ્પલ, કોલેજ લિવિંગ સર્ટીફિકેટ અને મુંબઇમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરની નકલથી સાબિત થાય છે કે તે ભારતીય નાગરિક નથી. ભારતને આશા હતી કે તેના પ્રત્યાર્પણથી દાઉદ પાકિસ્તાનમાં છે તે બાબતની વધારે ખાતરી થઇ ગઇ હોત. ગુપ્તચર સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાન થાઇલેન્ડની વ્યવસ્થામાં રહેલા સ્થાનિક આઇએસઆઇ કોન્ટ્રાક્ટ મારફતે પોતાના પ્રભાવનો ઉયોગ કરવામાં કોઇ કમી રાખવા માટે તૈયાર નથી. તેની તરફેણમાં ચુકાદો આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. થાઇલેન્ડની કારોબારી વ્યવસ્થામાં પાકિસ્તાનનુ પ્રભુત્વ દેખાઇ આવે છે જે ચિંતાજનક છે. થાઇલેન્ડ પહોંચી ગયા બાદ તેની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાની દુતાવાસની પાસે હતી. પાકિસ્તાન સરકાર તેના પ્રભાવનો ઉપયોગ સતત કરી રહી છે. જેમાં તેને સફળતા મળી છે.

થાઈલેન્ડની વ‹કગ વ્યવસ્થામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ વર્ષોથી સક્રિય રહી છે જેનો લાભ પાકિસ્તાનને મળ્યો છે. કુખ્યાત અપરાધી અને દાઉદના નજીકના સાથી મુન્ના ઝિંગડા દાઉદ ગેંગમાં વિશ્વસનીય શખ્સ તરીકે છે. પાકિસ્તાનની આઈએસઆઈ પાસેથી જુદી જુદી સહાયત પણ મેળવતો રહે છે. ગુપ્તચર અધિકારીઓએ કહ્યું છે કે, આઈએસઆઈ દ્વારા તેના બનાવટી પાકિસ્તાની પાસપોર્ટ તૈયાર કરીને થાઈલેન્ડ મોકલી દેવામાં આવ્યો હતો. થાઈલેન્ડ પહોંચ્યા બાદ તેની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનના દૂતાવાસ પાસે હતી. હવે પ્રત્યાર્પણને લઇને નવેસરથી કાર્યવાહી કરવામાં આવનાર છે. પ્રાથમિક તબક્કે ભારતને ફટકો પડ્યો છે. પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તેના પ્રત્યાર્પણને રોકવામાં હાલ પુરતી સફળ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.