ડોન-૩ને લઇને ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે
મુંબઇ, ડોન-૩ ફિલ્મના સંબંધમાં ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને અભિનેતા ફરહાન અખ્તરે ડોન-૩ ફિલ્મને લઇને મોટી જાહેરાત કરી છે. તાજેતરમા જ એક કાર્યક્રમના ભાગરૂપે પહોંચેલા ફરહાન અખ્તરે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુહતુ કે અમે ડોન-૩ ફિલ્મ માટે કામ કરી રહ્યા છે. ટુંક સમયમા જ આને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
જો કે આ મામલે ટુંક સમયમાં જ કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ડોન સિરિઝની ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય રોલ કરી રહ્યો છે. ફરહાન અખ્તર હાલમાં અન્ય બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. શાહરૂખ ખાન ડોન-૩ ફિલ્મમાં કામ કરશે. ફિલ્મમાં શાહરૂખની સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.
જો કે ફિલ્મને લઇને હાલમાં અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. શાહરૂખ ખાન છેલ્લે જિરો ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર જારદાર ફ્લોપ સાબિત થઇ હતી. શાહરૂખ ખાન પણ છેલ્લે કોઇ મોટ ફિલ્મ બોક્સ ઓફિસ પર આપી શક્યો નથી. જેથી તે રોલને લઇને સાવધાન થયો છે. શાહરૂખ ખાન હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહ્યો નથી.તેની પાસે કોઇ ફિલ્મ આવી રહી નથી. તે હાલમાં કેટલીક ફિલ્મોની પટકથા વાંચી રહ્યો છે. તે કઇ ફિલ્મમાં કામ કરનાર છે. તે અંગ કોઇ નિર્ણય કરવામાં આવ્યો હતો. શાહરૂખ ખાન ફિલ્મને લઇને હાલ કોઇ નિર્ણય કરી રહ્યો નથી.