Western Times News

Gujarati News

ડોન-૩ ફિલ્મના નિર્માણને લઇને જોરદાર અસમંજસ

મુંબઇ, બોલિવુડની નંબર વન અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખુલાસો કરતા કહ્યુ છે કે ડોન-૩ ફિલ્મ હાલમાં બનાવવામાં આવી રહી નથી. પ્રિયંકાએ કહ્યુ છે કે આ પ્રોજેક્ટ પર વહેલી તકે કામ શરૂ કરવામાં આવશે નહી. બીજી બાજુ એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જ કામ કરનાર છે. ડોન-૩ના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકાએ કહ્યુ છેકે ડોન-૩ ફિલ્મ વહેલી તકે શરૂ થઇ રહી નથી. તે ડોન-૩ ફિલ્મમાં કામ કરી રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પ્રિયંકાએ કહ્યુ છે કે આ ફિલ્મ હાલમાં બની રહી નથી.

જેથી આ અંગે કોઇ વાત કરશે નહી. પ્રથમ બે ભાગ શાહરૂખખાનની સાથે બનાવનાર ડોનના નિર્દેશક ફરહાન અખ્તરે માર્ચ મહિનામાં જ કહ્યુ હતુ કે ડોન-૩ ફિલ્મની પટકથા તૈયાર કરવામાં આવી રહી છે. કામ ખુબ મુશ્કેલ છે. ડોન-૨ ફિલ્મ બનાવ્યા બાદ ડોન-૩ બનાવવાની જાહેરાત કર્યા બાદ ફરહાન પોતે મુશ્કેલી અનુભવ કરી રહ્યો છે. બીજી બાજુ લોકપ્રિય સ્ટારે જેક્લીને એવા હેવાલને રદિયો આપ્યો છે કે તે ડોન-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.

હાલમાં ટીવી ચેનલોમાં આવેલા હેવાલને જેક્લીને રદિયો આપ્યો છે. સૌથી રસપ્રદ બાબત તો પ્રિયંકાએ આપી છે. જેથી એવા સંકેત મળી રહ્યો છે કે ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જ શાહરૂખની સાથે ફરી કામ કરનાર છે. એવુ જાણવા મળ્યુ છે કે પ્રિયંકા ચોપડા હાલમાં હોલિવુડ પ્રોજેક્ટને લઇને વધારે વ્યસ્ત થયેલી છે. ઉપરાંત ફરહાન પોતે પણ કેટલાક કામોને લઇને વ્યસ્ત છે.

આવી સ્થિતિમાં લોકપ્રિય ફિલ્મ ડોન-૩ પર કામ શરૂ કરવાની બાબત પડકારરૂપ બનેલી છે. શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા હાલમાં ભરચક કાર્યક્રમ ધરાવે છે. એકબાજુ પ્રિયંકા ચોપડા હોલિવુડ સાથે સંબંધિત પ્રોજેક્ટ ધરાવે છે. બીજી બાજુ શાહરૂખ કેટલીક ફિલ્મોને લઇને વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ફિલ્મ બને તેવી કોઇ સ્થિતિ દેખાઇ રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.