Western Times News

Gujarati News

ડોમિનિકન ગણરાજ્યમાં પ્રાઈવેટ જૈટ ક્રેશ થતા ૯ લોકોના મોત

સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હતા. પ્લેનના ઓપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપના જણાવ્યા અનુસાર, લાસ અમેરિકા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી.પ્લેન ક્રેશને કારણે નવ લોકોના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટનામાં માર્યા ગયેલા ૯ લોકોમાં સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એવિએશન ગ્રુપે ટિ્‌વટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં ૬ વિદેશી નાગરિકો હતા. પણ, એક ડોમિનિકન હતો.

જાે કે, મૃત્યુ પામેલા વિદેશીઓ કયા દેશના નાગરિક હતા તે જણાવવામાં આવ્યું ન હતું. પ્લેન ડોમિનિકન રિપબ્લિકના લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લોરિડા જઈ રહ્યું હતું. આ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ટેકઓફની ૧૫ મિનિટ બાદ જ પ્લેન ક્રેશ થયું હતું.

એવિએશન ગ્રૂપે અહેવાલ આપ્યો કે, ગલ્ફસ્ટ્રીમ ય્ૈંફજીઁ જેટ મિયામી તરફ જઈ રહ્યું હતું. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે, અમારી સાથે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા પરિવારોને એકતામાં મદદ કરો. હેલિડોસાએ કહ્યું કે, તે એર ટ્રાફિક એક્સિડન્ટ ઓથોરિટીઝ અને સિવિલ એવિએશન બોર્ડને સહકાર આપશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.