ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર પ્રતિબંધ લગાવ્યો
નવીદિલ્હી: પીએનબીના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગેલા ભારતની આશાને ફરી એક ઝટકો લાગ્યો છે.પીએનબીને ગોટાળામાં ભારતથી ભાગેલા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર ડોમિનિકાઈ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેમ કે ચોક્સીના ત્યાં હેબિયસ કોપર્સ પિટિશન દાખલ કરી છે અને કહ્યુ છે કે તેને કાયદાકીય અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા હતા અને તેને શરુઆતમાં પોતાના વકીલોને મળવાની પરવાનગી નહોંતી આપવામાં આવી. આ મામલામાં જે ફરી સુનવણી થશે. કોર્ટે ૨૮ મેએ સ્થાનીક સમયાનુસાર ૯ વાગે સુનવણી માટે કહ્યુ છે.
ત્યારે ડોમિનિકા લિંકન કોર્બેટના કાર્યવાહત પોલીસ પ્રમુખે એક ન્યૂઝ પેપરને જણાવ્યુ કે પીએનબી ગોટાળાના ભાગેડુને ભારત નહીં પણ એન્ટીગુઆ પાછો મેકલવામાં આવશે. ઉલ્લેખનીય છે રકે ચોક્સી ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
બંદી પ્રત્યક્ષીકરણ અરજી બંદી બનાવવા અથવા કસ્ટડીમાં લેવા જવાની વિરુદ્ધ નાગરિકોની પાસે એક હથિયાર છે. જે નાગરિકોને પોતાના હકોની રક્ષા માટે જજની પાસે જવાની શક્તિ આપે છે. હાલમાં એ સાબિત કરવાનું રહેશે કે તેણે કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યુ.
મેહુલ ચોક્સીએ ડોમિનાકામાં વકીલને વેન માર્શને કહ્યુ કે તે ન્યાયની હાંસી છે કેમ કે ચોક્સી કાયદાકીય પ્રતિનિધિત્વનો હકદાર છે. ચાહે તે એન્ટીગુઆમાં હોય અથવા ડોમેનિકામાં.
તે ભારતમાં ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ કે તેમના ક્લાઈન્ટને જાેલી હાર્બપથી અનેક લોકોએ ઉઠાવ્યા હતા. જ્યાંથી તે અચાનક ગુમ થઈ ગયા હતા. બાદમાં તેમની કાર મળી હતી અને પછી તેમણે ડોમિનિકા લઈ જવાયા.
મેહુલના વકીલે આરોપ લગાવ્યો છે કે મેહુલ શરીરમાં ટોર્ચરના નિશાન હતા. તેમને ખરાબ રીતે પીટવામાં આવ્યા છે. સાથે એમ પણ કહ્યુ છે કે ચોક્સીને એન્ટીગા અને બારબુડાથી તેની ઈચ્છાની વિરુદ્ધ જબરજસ્તી ઉઠાવવામાં આવ્યો છે.