ડોલીયાની ઓટોલાઈટ ગ્લાસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટુમેન્ટ ઈન્ચાર્જને આકસ્મિક છુટા કરી દેવાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો
(વિરલ રાણા) ભરૂચ,જંબુસર તાલુકાના ડોલીયા ખાતે ઓટોલાઈટ ગ્લાસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની જે ટાઇલ્સ રો મટીરિયલ બનાવતી કંપની છે.જેમાં પાંચ વર્ષથી ફરજ બજાવતા ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ઈન્ચાર્જ ને આકસ્મિક છૂટા કરી દેવાતા પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો.જે અંગે કંપની સત્તાધીશોએ વગર વાંક ગુનો કર્યા વગર કેમ છૂટા કર્યા અને નોકરીમાં પૂર્વવત ચાલુ કરવા મૌખિક રજુઆતો પણ કરવામાં આવી છે.
નિર્દોષને પોતાની જોહુકમી દ્વારા કંપની માંથી છૂટા કરવાનો પેંતરો રચ્યો હતો તેમ છતાંય કંપની સંચાલકો ટસના મસ નહીં થતાં અરજદારે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા મદદનીશ મજુર કમીશ્નરને લેખીત આપી મીડિયાનો સહારો લીધો હતો.જે અનુસંધાને મીડિયાએ કંપની પ્લાન્ટ હેડ મદનપ્રસાદ ગુપ્તાને સદર બનાવ અંગે ઈન્ટરવ્યુ ની વાત કરતા ઈન્ટરવ્યૂ આપવાનો ધરાર ઈનકાર કરી પોતાનું પાપ છુપાવવા મુલાકાતનો સમય પરમિશનની માગણી કરી.
અરજદાર જયેશભાઈ ગુમાનભાઈ આહીર ના જણાવ્યા અનુસાર ડોલીયા ઓટોલાઈટ કંપનીમાં ૧૭/૪/૨૦૧૭ થી ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટુમેન્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.ગત તારીખ ૨૭/૩/૨૨ ના રોજ કંપની નિયમ મુજબ સવારે ફરજ પર હાજર થયેલ તે સમયે કંપની વિસ્તાર માંથી ઈલેક્ટ્રિક કેબલ ડીઝલ ઈલેક્ટ્રિક સ્કેપ ની ચોરી થયેલાનું માલુમ પડતા જયેશભાઈ આહિરે ઓપરેટર અમિત પરમાર તથા જનરલ મેનેજર એમપી ગુપ્તા અને મેનેજર ગફાર ખીરાને કદાચ ચોરી અંગે જાણ કરેલી તો આ તમામે જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ કરવા જયેશભાઈને જણાવ્યું હતું.
જેથી જયેશભાઈએ જંબુસર પોલીસ સ્ટેશને જઈ લેખિત જાણ કરી હતી.ત્યાર બાદ ૨૮/૩/૨૨ ના રોજ જનરલ મેનેજરે જયેશભાઈને જણાવેલ કે અમો કહીએ તે રીતે લખાણ કરી આપો તમારા ઉપર કોઈ એક્શન નહીં લઈએ જેથી કંપની સંચાલકોની મરજી મુજબ લખાણ કરાવી સહી કરાવી ત્યાર બાદ ૨૯/૩/૨૨ ના રોજ નિયમ મુજબ ફરજ પર હાજર થવા ગયા તો કંપની સંચાલકોએ રાજીનામું લખી આપવાની માંગણી કરેલ જે ના પાડતા જનરલ મેનેજરે અરજદારને કામ ઉપર હાજર નહીં કરી ગેરકાયદેસર છુટા કરેલ છે.
છેલ્લા બે માસથી સિક્યુરિટીનું કામ કંપનીમાં કામ કરતા કામદારો ફરજ બજાવે છે.આ સહિત કંપનીનું રૂટીન કામ પણ કરવાનું હોય છે.જ્યારે ચોરીનો બનાવ બન્યો ત્યારે ફરજ પર જયેશભાઈ હાજર નહોતા તેમ છતાંય ખોટી રીતે ચોરીના બહાને જયેશભાઈ આહિર ને ટાર્ગેટ કરી મરજી મુજબનું લખાણ લઈ બળજબરીથી રાજીનામું માગ્યું અને નોટીસ કે નોટીસ પગાર ચુકવ્યા વગર ગેરકાયદેસર છુટા કરેલ છે.
નોકરી અંગેના તમામ લાભો સાથે પડેલા દિવસોના પુરા પગાર સાથે મૂળ જગ્યાએ પુન સ્થાપિત કરવાની જયેશભાઈએ માંગ કરી છે.કંપની સંચાલકોએ અમાનુષી વર્તન કરેલ હોય પોતાની ભૂલ દોષ ઢાંકવા નાના કામદારોનો ભોગ લેવાયો અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારની ઉંમર આશરે ૪૧ વર્ષ હોયતથા ઘર પરિવારમાં નાના બાળકો અભ્યાસ કરતા હોય પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય આમ અચાનક કંપની સત્તાધીશો દ્વારા છુટા કરવામાં આવતા પરિવારના માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કંપની સંચાલકો દ્વારા કંપનીમાં કામ કરતા કર્મચારી ને ૨૦૧૯થી ઈન્ક્રીમેન્ટ બોનસ ઓવરટાઈમ તમામ લાભો બંધછે.કંપનીમાં હાલ સિક્યુરિટી ગાર્ડ નથી સિક્યુરિટી ગાર્ડની ફરજ કંપનીના કામદારો ફરજ બજાવે છે.
તેમ કંપની બહાર ચર્ચાઓ જોવા મળતી હતી.
જંબુસર તાલુકામાં આવેલ કંપનીઓમાં ઠેરઠેર કામદારોનું શોષણ થતું હોય છે જો અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવે તો આવા અન્ય કિસ્સાઓ બહાર આવે તેમ છે બાકી તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે.