ડો એમ જી આરનું શાસન ગરીબો માટે દયાથી ભરેલું હતું : વડાપ્રધાન
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તામિલનાડુના ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના ૩૩માં દીક્ષાંત સમારોહમાં જાેડાયા હતા. આ યુનિવર્સિટીનું નામ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એમજીઆરના નામથી પ્રખ્યાત એમજી રામાચંદ્રનના નામે રાખવામા આવ્યું છે.
આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે એમજીઆરનું શાસન ગરીબો પ્રત્યે દયાથી ભરેલું હતું. હેલ્થકેયર, એજયુકેશન અને મહિલા સશક્તિકરણ તેમના પસંદગીના વિષય હતા. થોડા વર્ષો પહેલા હું શ્રીલંકા ગયો હતો, ત્યાં એમજીઆરનો જન્મ થયો હતો. ત્યાં આરોગ્ય ક્ષેત્રમાં શ્રીલંકાના તમિલ માટે કામ કરવા માટે ભારતને સન્માનીત કરવામાં આવ્યું. શ્રીલંકામાં ડિક ઓયામાં હોસ્પિટલનું ઉદ્દઘાટન સમારોહને ક્યારેય નહીં ભુલી શકાય. આ હોસ્પિટલ અનેક લોકોને મદદ કરશે. હેલ્થકેયર ફિલ્ડમાં તમિલ સમુદાય માટે કરવામાં આવેલા આ કાર્યોથી એનજીઆરને ખુશી થશે.
૧૫ દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે વડાપ્રધાન સીધા જ તામિલાનાડુના લોકો સાથે જાેડાયા છે. આ પહેલા ગુરુવારે પણ તેઓ તામિલનાડુના પ્રવાસે હતા. અહીં તેમણે ૧૨,૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટને લીલી ઝંડી આપી હતી. તામિલનાડુમાં આ જ વર્ષે ચૂંટણી યોજાવાની છે.
દીક્ષાંત સમારોહમાં કુલ ૧૭ હજાર ૫૯૧ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા સર્ટિ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન તામિલનાડુના રાજયપાલ બનાવારીલાલ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યુનિવર્સિટીનું નામ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ડો. એમ.જી. રામચંદ્રનના નામે રાખવામા આવ્યું છે. તેનાથી કુલ ૬૮૬ કોલેજ જાેડાયેલી છે. આ કોલેજાેમાં મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, આયુર્વેદ, ફિઝિયોથેરાપીના અનેક કોર્સ ચાલે છે.
જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં રમો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ-૨૦૨૧ની આયોજન કરવામાં આવ્યું છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા શુક્રવારે તેની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેલાડીઓ માટે ઘણું બધુ કરવામાં આવી રહ્યું છે. ટેલેંતની ઓળખથી લઈને ટીમ સિલેકશન સુધી ટ્રાન્સપેરેન્સી સરકારની પ્રાથમિકતા છે. જે ખેલાડીઓએ જીંદગીભર દેશનું માન૦સન્માન વધાર્યું, તેનો ફાયદો તેમણે મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતુ કે નવી શિક્ષણ નીતિમાં સ્પોર્ટ્સને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સની ટ્રેનિંગ પણ બાળકોના અભ્યાસમાં સામેલ થશે. દેશમાં સ્પોર્ટ્સના ઇન્સ્ટીટ્યુટ અને યુનિવર્સિટી બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ સાયન્સને અમે સ્કિલ સુધી કેવી રીતે લઈ જવાય, તે હવે વિચારવાનો વિષય છે. તે યુવાઓને કારકિર્દી વિકલ્પ તો આપશે જ, દેશની ઇકોનોમિને પણ વધારશે. આપ જાે મેદાનમાં કમાલ કરો છો, તેનાથી દુનિયામાં તમને ઓળખ મળે છે.