Western Times News

Gujarati News

ડો.કફીલ ખાનને રાહત: યુપી સરકારની અરજી સુપ્રીમે ફગાવી

નવીદિલ્હી, ડો કફીલ ખાનની મુક્તિની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવલ અરજી પર ઉત્તરપ્રદેશ સરકારને આંચકો લાગ્યો છે.સુપ્રીમ કોર્ટે ડો કફીલ ખાનને મોટી રાહત આપતા યુપી સરકારની અરજીને રદ કરી દીધી છે યુપીની યોગી સરકારે કફીલ ખાનની ઉપરથી એનએસએ હટાવવા અને તેમની મુક્તિની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેને સુપ્રીમે આજે ફગાવી દીધી છે.જાે કે સુપ્રીમ કોરટે કહ્યું કે હાઇકોર્ટની ટીપ્પણી અપરાધિક મામલાને પ્રભાવિત નહીં કરે અને મામલો ખુદની મેરિટના આધાર પર નક્કી કરવામાં આવશે.

યુપી સરકારે ડો કફીલ ખાનની વિરૂધ્ધ એનએસએના આરોપોને રદ કરવાના વિરોધ કર્યો હતો. સરકારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ડો કફીલના એવા અનેક અપરાધ કરવાના ઇતિહાસ હતાં જેને કારણે અનુશાસનાત્મક કાર્યવાહી થઇ છે.કફીલ ખાનને સંશોધિત નાગરિકતા કાનુન સીએએએની વિરૂધ્ધ ગત વર્ષ અલીગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાંં રાષ્ટ્રીય સુરક્ષા કાનુન (રાસુકા) હેઠળ ૨૯ જાન્યુઆરીએ ગોરખપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

જાે કે બાદમાં અલ્હાબા કોર્ટે તેમને સપ્ટેમ્બર મહીનામાં મુકત કરી દીધા હતાં તે સાડા સાત મહીનાથી જેલમાં બંધ હતાં હાઇકોર્ટે ૧ સપ્ટેમ્બરે પોતાના આદેશમાં તેમની હિરાસતને ગેરકાનુની બતાવતા કહ્યું હતું કે ડોકટરના ભાષણને નફકત કે હિંસાને પ્રોત્સાહન આપવા માટે કોઇ પ્રયાસ થતો હોવાનું જાેવા મળી રહ્યું નથી.

ડો કફીલ ખાને સુપ્રીમ કોર્ટના આ પગલા પર ટ્‌વીટ કી આભાર અને ખુશી વ્યક્ત કરી છે તેમણે એક ટ્‌વીટમાં લખ્યુ કે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની અરજી જે મારા રાસુકા હેઠળ મારી હિરાસતને રદ કરવાના હાઇકોર્ટના નિર્ણયને પડકારતી હતી તેને રદ કરી દીધી છે મને અદાલત પર પુરો વિશ્વાસ હતો મને ન્યાય મળ્યો છે તમારા બધાનો ખુબ ખુબ આભાર, ધન્યવાદ અલ્હમદુલિલ્લાહ જય હિંદ જય ભારત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.