ડો. કરણને કોરોના દર્દીની મફત સારવાર કરવાનો આદેશ
દાહોદ: સરકારી એન્ટિજન રેપિડ કીટ દ્રારા ગેરકાયદેસર રીતે ટેસ્ટ કરી નાણાં લેનાર ડોક્ટરને બોધરૂપી જામીન ૩૦ સપ્ટેમ્બર સુધી અઠવાડીયાના ચાર દિવસ દરરોજ આઠ કલાક કોરોના દર્દીઑની મફત સારવાર કરવાનો દાહોદ સેશન કોર્ટનો આદેશ થયો છે. મળતી માહિતી પ્રમાણે હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક લોકો નાણાં કમાવા અને કાળાબજારી માંથી ઊચા નથી આવતા અનેક ડોક્ટરો એ ઉઘાડી લૂટ ચલાવી છે.
ત્યારે આવી જ કિસ્સો દાહોદ જિલ્લામાં પણ બનવા પામ્યો છે. જેમાં ઝાલોદ તાલુકાનાં લીમડી ખાતે ખાનગી તબીબ કરણ દેવડા પોતાના ક્લિનિકમાં નાણાં લઈ રેપિડ ટેસ્ટ કરતાં હોવાની ફરિયાદના પગલે ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીની ટીમે કરણ દેવડાના ક્લિનિક ઉપર રેડ કરતાં એન્ટિજ્ન રેપિડ કીટ મળી આવી હતી. જેથી કરણ દેવડા વિરુધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં બહાર ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્ર ચૌહાણ પાસેથી મેળવી હતી.
પોલીસ ફરિયાદ થતાં જ આરોગ્ય કર્મી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જ્યારે કરણ દેવડાની ધરપકડ કરી લેવાઈ હતી. આરોપી તબીબે જામીન માટે ઝાલોદ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે જમીન અરજી રદ્દ કરતાં દાહોદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં જજ દ્રારા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ સાથે ચર્ચા કરી હાલમાં ચાલી રહેલ કોરોના મહમારી અને તબીબોની અછતને ધ્યાને રાખી આરોપીની લાયકાત પ્રમાણે તેની સેવા લેવાનું નક્કી કર્યુ હતું. અને આરોપી તબીબ કરણ દેવડાને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ૩૦ સપ્ટેમ્બર સુધી સોમવારથી ગુરુવાર સુધી એમ અઠવાડીયાના ચાર દિવસ દરરોજ આઠ કલાક મફત કોરોના દર્દીઓ ની સારવાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.