ડો. જિતેન્દ્ર સિંહે સિવિલ સર્વિસીસ ડે પર કોવિડ-19 સામે ભારતની લડાઈમાં જરૂર સમયે અસરકારક સેવા બદલ સનદી અધિકારીઓની પ્રશંસા કરી
રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સરકારી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન માટેનાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સ્તરે ઇન્ટરેક્ટિવ વીડિયો કોલિંગ દ્વારા સિવિલ સર્વિસીસ ડે 2020ની ઉજવણી કરવા દરમિયાન કોવિડ-19 સામે ભારતની લડાઈમાં જરૂરી સમયે અસરકારક સેવા પ્રદાન કરવા બદલ સનદી અધિકારીઓની પ્રશંસા કરી હતી. ડો. સિંહે કોવિડ 19 સામે લડવાની સરકારની રાહત કામગીરીને ટેકો આપવા માટે એક દિવસનો પગાર પ્રાઇમ મિનિસ્ટર્સ કેર્સ ફંડમાં આપવાની સનદી અધિકારીઓની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરો કોવિડ 19 રોગચાળા સામે લડાઈનું નેતૃત્વ કરી રહ્યાં છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવાની ભારતની સંભવિતતાનો આધાર સનદી અધિકારીઓની કામગીરી પર છે.