Western Times News

Gujarati News

ડો. રણજિત રથને GSIના ડિરેક્ટર જનરલનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો

કોલકાત્તા- ભારતના માનનીય રાષ્ટ્રપતિ પાસેથી “નેશનલ જિયોસાયન્સ એવોર્ડ 2016” મેળવનાર અને મિનિસ્ટ્રી ઓફ માઇન્સ હેઠળના મીની રત્ન- I સીપીએસઈના મિનરલ એક્સ્પ્લોરેશન કોર્પોરેશન લિમિટેડ (એમઈસીએલ)ના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર ડો. રણજિત રથને 1 મે, 2020થી જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડો. રથને 30મી એપ્રિલ, 2020ના રોજ નિવૃત્ત થયેલ શ્રી એમ. શ્રીધરનું સ્થાન મળ્યું.

પ્રેક્ટિશનર જિયોસાયન્ટિસ્ટ, ડો. રણજિત રથ આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી ખડગપુર, ઉત્કલ યુનિવર્સીટી, ભુવનેશ્વર અને આઇઆઇએફટી, ન્યૂ દિલ્હીમાં પૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચરલ ગેસના ક્રૂડ ઓઇલ માટેના અન્ડરગ્રાઉન્ડ અનલાઇન્ડ રોક ગુફાઓમાં પ્રવેશ માટેની પહેલ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ (એસપીઆરએસ) સહિતની કેટલીક મહત્વપૂર્ણ પરિયોજનાઓમાં સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, બિઝનેસ ડેવલોપમેન્ટ, અપસ્ટ્રીમ ઓઇલ & ગેસ એસેટ મેનેજમેન્ટ અને જિયોસાયન્સિસ & એક્સ્પ્લોરેશન જિયોલોજીથી લઈને વિવિધ ક્ષેત્રોની વિવિધ ભૂમિકાઓના પોર્ટફોલિયો છે. તેમણે “અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેક્નોલોજીસ”પરના એક મહત્વપૂર્ણ પુસ્તકનું સહલેખન કર્યું છે અને ઘણા ટેક્નિકલ પેપર્સ પ્રકાશિત કર્યા છે અને ભારત તથા વિદેશી પરિષદોમાં ભાગ લીધેલ છે.

નાણાકીય વર્ષ 2019- 20 માટે એમઈસીએલ એ તેમના નેતૃત્વમાં છેલ્લા 48 વર્ષથી અત્યાર સુધી સિમલેસ પ્રોજેક્ટ એક્ઝેક્યુશન દ્વારા ટર્નઓવર, પીબીટી, પીએટી, ઓર્ડર બુક અને પ્રોડક્ટીવીટીમાં સૌથી સર્વોચ્ચ ફિઝિકલ અને ફાઇનાન્સિયલ પરફોર્મન્સની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે મિનિસ્ટ્રી ઓફ માઇન્સ, મિનિસ્ટ્રી ઓફ કોલ, જીએસઆઈ, આઇબીએમ, સીએમપીડીઆઇએલ અને કેટલાંક સીપીએસઇએસ, સ્ટેટ ગવર્મેન્ટ અને સ્ટેટ પીએસયુએસ વગેરે સાથે સક્રિય જોડાણ દ્વારા વિસ્તૃત અને ઝડપી કવરેજ માટે તૈયાર કરેલ “વિઝન 2030- સ્ટ્રેટેજી & એક્શન પ્લાન” સંદર્ભે ફ્યુચર રેડી સંસ્થા માટે ટ્રેનિંગ & સ્કીલ ડેવલોપમેન્ટ સહીત અનેક એચઆર વેલ્ફેર પોલિસીઓ અમલમાં મૂકી છે.

જિયોસાયન્સ ક્ષેત્રમાં તેમનો અભૂતપૂર્વ અનુભવ અને કુશળતા તેમજ તેમનો કોર્પોરેટ સંપર્ક તેમને જીએસઆઇના ડિરેક્ટર જનરલ તરીકેની જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ બનાવશે. એવી આશા રાખવામાં આવે છે કે જીએસઆઈ આગળ વધતું રહેશે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તથા જિયોલોજી અને માઇનિંગ સેક્ટર્સ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, ઉદ્યોગો અને એકેડેમીયા વચ્ચેના એકીકૃત સંકલનને સરળ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.