Western Times News

Gujarati News

ડો.રાજ સોની વિરૂદ્ધ સોલામાં વધુ એક ફરિયાદ

વારંવાર ધમકીઓ આપતાં ડોક્ટર સામે પોલીસ લાચાર : સોલા અને ઘાટલોડિયામાં અગાઉ પણ ફરીયાદો થઈ ચૂકી છે

અમદાવાદ : ડોક્ટર યુવતીને પરેશાન કરતાં અને અગાઊ જેની સામે ત્રણથી ચાર જેટલી ફરીયાદો સોલા તથા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે. એ ડો.રાજ સોનીએ ફરીથી ડોક્ટરને ધમકીઓ આપતાં વધુ એક ફરીયાદ તેની વિરૂદ્ધ નોંધવામાં આવી છે. અઠવાડીયા અગાઉ જ ડોક્ટર બતુલ બહોરાનાં સહકર્મી ડોક્ટરનાં ઘરે જઇ તેમની માતાને બેફામ ગાળો બોલી ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં તેમણે પણ ડો.રાજ સોની વિરૂદ્ધ સોલામાં ફરિયાદ નોંધાવી હતી.

જેની અદાવત રાખી ડો.બતુલ બહોરા મારુતિનંદન હોટલ ખાતે ગયા ત્યારે તેમનો પીછો કરીને ડો.રાજ સોની પણ ત્યાં પહોંચી ગયો હતો. અને રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે તેમની સાથે ઝઘડો કરીને “તે મારા વિરૂદ્ધ ફરીયાદ કરી છે તો સારું નહીં થાય” તેમ ધમકીઓ આપી હતી. આ અંગે ડોક્ટર બતુલે સોલામાં ફરીયાદ કરી હતી.

જા કે આ સમગ્ર પ્રકરણમાં આટલી ફરીયાદો થઇ હોવા છતાં રાજ સોની સામે કોઈ કડક કાર્યવાહી કેમ નથી થઈ રહી તેવી ચર્ચા સમગ્ર શહેરમાં થઇ રહી છે. વારંવાર ધમકીઓ આપતાં રાજ સોની શા માટે ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેવો સવાલ શહેરીજનો ચર્ચી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.