ડ્યુટી ફ્રી શરાબ-સિગારેટનું વેચાણ એરપોર્ટ ઉપર ઘટશે
નવીદિલ્હી, બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ડ્યુટી ફ્રી શરાબ અને સિગારેટ ઉપર નિયંત્રણો લાગૂ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સિગારેટ અનેવિમાની મથક પર શરાબની ડ્યુટી ફ્રી ખરીદી ઉપર બ્રેક મુકવામાં આવી શકે છે. મળેલી માહિતી મુજબ સરકાર સિગારેટના વેચાણનો અંત લાવવા માટેની યોજના ધરાવે છે. સાથે સાથે શરાબના મામલામાં પણ કવોટામાં કાપ મુકવામાં આવે તેવી શક્યતા છે. બિનજરૂરી આયાત તરીકે આને ગણવામાં આવે છે. આનાથી વેપાર ખાધમાં પણ વધારો થઇ રહ્યો છે.
વાણિજ્ય વિભાગ શરાબની મર્યાદા ઉપર અંકુશ મુકવાની યોજના ધરાવે છે. સરકારના કહેવા મુજબ તમાકુ, શરાબ પીવાની બાબત બિનજરૂરી આયાતને વધારે છે. બે લીટર સુધી શરાબ અથવા વાઈનને પ્રતિ પાસપોર્ટ મંજુરી આપવાની હિલચાલ ચાલી રહી છે. ભારતીય વિમાની મથકના સ્ટોર પર સૌથી વધારે ખરીદી શરાબ, સિગારેટ, ચોકલેટ અને પરફ્યુમની કરવામાં આવે છે. અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી ચુકી છે. આ પ્રોડક્ટની બોલબાલા સ્ટોર ઉપર વધારે દેખાય છે. બિનજરૂરી વસ્તુઓની આયાતને રોકવાનો હેતુ છે.