ડ્રગ્સના કારોબારનો રેલો સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો, એક વ્યક્તિની ધરપકડ
અમદાવાદ, ગુજરાત ATSની ડ્રગ્સની બદીને ડામી દેવા માટેની કવાયત યથાવત છે. એક બાદ એક જગ્યાએથી ડ્રગ્સના જથ્થા મળી રહ્યા છે.હવે આ કડીમાં અમદાવાદમાંથી મળેલા એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા મામલે અમરેલીનું કનેક્શન સામે આવ્યું છે.ગુજરાત ATSની ડ્રગ્સની બદીને ડામી દેવા માટેની કવાયત યથાવત છે.
એક બાદ એક જગ્યાએથી ડ્રગ્સના જથ્થા મળી રહ્યા છે. હવે આ કડીમાં અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મળેલા એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા મામલે અમરેલીનું કનેક્શન સામે આવ્યું છે. ગઈ કાલે રાતે છ્જીએ રાજુલા પહોંચી આકાશ નામના યુવકની ધરપકડ કરી હતી.આકાશની પૂછપરછ બાદ તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે.
રાજુલા બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક જલારામ ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. ૨૫ ગ્રામના પાર્સલમાં ગાંજાે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.અમરેલી SPની ટીમ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ રાજુલા પહોંચી હતી અને સાથે FSLની ટીમ પણ જાેડાઈ હતી. સૂત્રધાર આકાશ મારફતે આ ડિલિવરી રાજુલા પંથકમાં થવાની હતી. જાે કે આકાશની પૂછપરછમાં વધુ કેટલાક લોકોના નામ ખુલી શકે છે.SS3KP