ડ્રગ્સના પંજામાં સપડાઈ ના જાઓઃ આજકાલ બધા જ તણાવમાં જીવે છે
આજકાલ ન્યુઝપત્રો, મીડિયા વગેરેમાં ડ્રગ્સ વિશે ઘણું બધુ રજૂ કરવામાં આવે છે. આજની પેઢી ડ્રગ્સના રવાડે ચડી છે, કેફી પદાર્થોમાં ડૂબતી યુવાપેઢીએ ચિંતાની લહેર જગાડી છે, યુવા પેઢી ઝડપથી તે દિશામાં આગળ વધતી દેખાઈ રહી છે.
ડ્રગ્સ એટલે શું ?
એક એવો સફેદ રંગનો રાસાયણિક પદાર્થ છે, જેને ગ્રહણ કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે થોડીક ક્ષણો માટે જ ખુશ રહી શકો છો, જે તમારા શરીર અને મનને ઘેરાં નશા તરફ આગળ લઈ જાય છે. બસ, આવી ક્ષણિક પળની ખુશીઓ મેળવવા માટે આ યુથ કેફી તથા ઝેરી પદાર્થો પાછળ ગાંડા ઘેલા થઈ જાય છે.
પણ કેમ ? જવાબ છે તણાવ, શારીરિક તથા માનસિક થાક, ર૧મી સદીના આધુનિક યુગમાં બાળકથી લઈને ૮૦ વર્ષ સુધીના વૃધ્ધો બધા જ તણાવમાં જીવે છે. જાે તણાવ, થાક સતત રહે તો કાર્યમાં, સંબંધોમાં કે જાહેર જીવનમાં તેની અસરો વર્તાય છે. તેના દૂરોગામી પરિણામો તથા આડઅસરના લીધે ઘણું નુકસાન વેઠવું પડે છે.
જે આજના લોકોને પોષાય એમ નથી. બીજું એ કે, ડ્રગ્સમાં આળોટી રહેલા યુવાનો કે વ્યસનીઓ માટે તે એક હાઈ સ્ટેટસ સિમ્બોલ જેવું બની રહયું છે. આ તો એક ભ્રમ છે પણ લોકોને આ જ સાચું દેખાય છે, જેના લીધે શોખથી નવયુવાનો આનો ચોરી છુપેથી તો ઘણીવાર ખુલ્લેઆમ ઉપયોગ કરતાં ઝડપાયા છે, જે આપણે દિનપ્રતિદિન જાેતા અવ્યા છીએ. ત્રીજું અને મહત્વનું દેશને આંતરિક તેમજ બાહ્ય્ય રીતે નબળો કરવામાં પણ આ ભાગ ભજવે છે.
ઈ.સ.૪૦૦માં સિકંદર (એલેકઝાન્ડર ધ ગ્રેટ) એ ભારતના લોકોને અફીણનો પરિચય કરાવ્યો હતો, પણ તેની અસર હજુ પણ આપણા દેશમાં વર્તાઈ રહી છે. કેવી રીતે ? ભારતની ઉત્તર- પશ્ચિમ દિશાએ આવેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન દેશની કાશ્મીર, પંજાબ સરહદેથી ડ્રગ્સની તસ્કરી કરે છે. જે ભારતના યુવાનોને માદમ દ્રવ્યો તરફ દોરી જાય છે.
ડ્રગ્સના ઘણા પ્રકાર છે જેવા કે ચરસ, ગાંજાે, કૈનાબિસ, વીડ કોકેઈન, હેરોઈન વગેરે.. ડ્રગ્સનો ઉપયોગ કરવાથી આપણું મન અને શરીર બેકાબૂ બની જતાં હોય છે. જે તમને ખુશ અને સ્ફર્તિદાયક હોવાનું દાવો કરતાં શીખવાડે છે. તેનાથી કાર્ય કરવાની ક્ષમતા જરૂર વધે છે પણ તે એક હાનિકારક રસ્તો છે અને ઘણે અંશ સુધી ક્ષણિક છે.
જે આજની યુવા પેઢી કોલેજ જતાં વિદ્યાર્થીઓએ સમજવું ખુબ જ આવશ્યક છે. એક અહેવાલ પ્રમાણે આશરે ૧.૩ કરોડ લોકો ડ્રગ્સનો ઉપયોગ કરતા જાેવાનું હોવાનું આવ્યું છે. ડ્રગ્સને ઈન્જેકશન રૂપે, પાઉડર તથા ધ્રૂમપાન સ્વરૂપ યુથ ઉપભોગ કરતાં દેખાઈ રહયાં છે. ઘણાં એનજીઓ સરકાર સાથે મળીને યુવા પેઢીને ડ્રગ્સની જાળમાંથી બહાર લાવી રહયાં છે.
એક રીતે જાેવામાં આવે તો, ડ્રગ્સ આપણને જાણે-અજાણે તેના ગુલામ બનાવે છે, જેના વિશે વિચારવું, ચર્ચા કરવી તથા કડક નિયંત્રણો મૂકવાની ખૂબ જ જરૂરી છે.