ડ્રગ્સની જાલમાંથી યુવાનોને બચાવવા જોઇએ: જયા પ્રદા
નવીદિલ્હી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રગના વધતા ચલણને લઇ લોકસભામાં નિવેદન આપી જયા બચ્ચન સહિત અનેક ફિલ્મી હસ્તીઓના નિશાન પર અભિનેતા અને સાંસદ રવિકિશનને જયા પ્રદાનો સાથ મળ્યો છે તેમણે કહ્યું કે ખબર નહીં જયા બચ્ચન રવિકિશનના નિવેદનને વ્યક્તિગત રીતે કેમ લઇ રહ્યાં છે તેમણે તો ડ્રગથી યુવાનોને બચાવવાની વાત કરવી જાેઇએ જેથી સુશાંત સિંહ જેવો મામલો ફરી ન થાય. અભિનેત્રી અને ભાજપ નેતા જયાપ્રદાએ કહ્યું કે રવિકિશનની એ વાતથી સહમત છું કે યુવાનોને ડ્રગના જાલમાંથી ફસાવવાથી બચાવવા જાેઇએ આપણે મળી અવાજ ઉઠાવવો જાેઇએ હું જયા બચ્ચનની ભાવનાની કદર કરૂ છું પરંતુ આ એક વિષય છે જેના પર રાજનીતિ થવી જાેઇએ નહીં તેમણે જે રીતે રવિકિશનની વાતો પર કડકાઇ બતાવી આમ કરવાનો તેમને કોઇ અઘિકાર નથી.
એ યાદ રહે કે સોમવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે ભાજપ સાંસદ રવિ કિશને લોકસભામાં બોલીવુડના ડ્રસ કનેકશનનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ મંગળવારે રાજયસભામાં જયા બચ્ચને રવિ કિશનની ટીકા કરી હતી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરવાનું કાવતરૂ ગણાવતા શૂન્યકાળમાં ભારે ગુસ્સો ઉતાર્યો હતો તેમણે રવિ કિશન અને કંગના રનોટનું નામ લીધા વિના કહ્યું હતું કે જે થાળીમાં ખાધુ તેમાં છેદ કરે છે આ ખોટું છે.જયાના આ નિવેદન પર કડક પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ હતી રવિ કિશન અને કંગનાએ જયાર બચ્ચન પર પલટવાર કર્યો હતો.જયારે આ મુદ્દે બોલીવુડમાં બે જુથ બની ગયા છે.HS