Western Times News

Gujarati News

ડ્રગ્સનું સેવન કરવા બદલ હર્ષ લિંબાચિયા ટ્રોલ થયો

મુંબઈ: રાઈટર હર્ષ લિંબાચિયા મંગળવારે પત્ની ભારતી સિંહ સાથે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરતાં ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયો હતો. હર્ષ અને ભારતીના ઘર તેમજ ઓફિસમાંથી ડ્રગ્સ મળી આવતાં દ્ગઝ્રમ્એ ધરપકડ કરી હતી, બે દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ૨૩મી નવેમ્બરે તેમનો જામીન પર છુટકારો થયો હતો. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પત્ની સાથેની કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરીને હર્ષે લખ્યું છે કે,

જ્યારે અમે સાથે હોઈએ છીએ ત્યારે બીજી કોઈ બાબત મહત્વની હોતી નથી. ઈન્ટરનેટ યૂઝર્સ આ વાતને લઈને ભારતી અને હર્ષને ટ્રોલ કરવા લાગ્યા. એક યૂઝરે લખ્યું કે, ડ્રગ્સ લે છે, જેનો જવાબ આપતાં હર્ષે કહ્યું કે, ઔર કુછ નલ્લે કોમેન્ટ્‌સ. અન્ય એકે લખ્યું છે કે, નશેડીઓ તને તો અમે અનફોલો કરી રહ્યા છીએ. તેના જ ટોનમાં જવાબ આપતાં હર્ષે કહ્યું કે, અને અમે તને બ્લોક. એક યૂઝરે કોમેન્ટમાં પૂછ્યું છે કે, વધુ માલ છે

તારી પાસે?. તો હર્ષે કહ્યું કે, હા એનસીબીની ઓફિસમાં જઈને લઈ લે. જણાવી દઈએ કે, ભારતી અને હર્ષ સામે ગાંજો રાખવાનો અને તેનો ઉપયોગ કરવા હેઠળ ગુનો નોંધાયો હતો. ૨૧મી નવેમ્બરે સાંજે એનસીબીએ ભારતી સિંહની ધરપકડ કરી હતી. ૧૫ કલાક સુધી તેની પૂછપરછ કર્યા બાદ ૨૨મી નવેમ્બરે સવારે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, ભારતીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ સમક્ષ કબૂલ્યું હતું કે તે ગાંજો ફૂંકે છે. સાથે જ તેનો પતિ હર્ષ ગાંજો ખરીદીને લાવે છે તેમ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.