Western Times News

Gujarati News

ડ્રગ્સનું સેવન વધ્યું તો ઈન્ડસ્ટ્રી ખરાબ થઈ જશે

પ્રતિકાત્મક

મુંબઈ: ડ્રગ્સ મામલે એનસીબી દ્વારા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ૧૪ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલામાં આવ્યા છે. ડ્રગ્સ કેસમાં ભારતી અને હર્ષનું નામ આવવાથી જ્યાં એક તરફ બંનેના ફેન્સને ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ રાજુ શ્રીવાસ્તવ અને જોની લીવર જેવા પોપ્યુલર કોમેડિયને પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાજુ શ્રીવાસ્તવ બાદ હવે જોની લીવરે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ અને ડ્રગ્સના સેવન મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સાથે જ કપલને એક અપીલ પણ કરી છે.

જોની લીવરે કહ્યું કે, ‘હું ભારતી અને હર્ષને માત્ર એક વાત કહેવા માગીશ. જ્યારે તમે લોકો બહાર આવો ત્યારે સાથે કામ કરનારા નાના અને મોટા દરેક આર્ટિસ્ટને અપીલ કરજો કે તેઓ ડ્રગ્સનું સેવન ન કરે’. જોની લીવરે આગળ કહ્યું કે, ‘સંજય દત્તને જુઓ. તેણે દુનિયાની સામે સ્વીકાર્યું કે, તે ડ્રગ્સ લેતો હતો. તેનાથી મોટુ ઉદાહરણ બીજું કયુ હોઈ શકે? પોતાની ભૂલ સ્વીકારો અને ડ્રગ્સ છોડવાના સમ ખાઓ.

આ કેસ માટે તમને કોઈ ફૂલોનો ગુલદસ્તો આપવા માટે નહીં આવે. જોની લીવરે તેમ પણ કહ્યું કે, હવે ડ્રગ્સનું સેવન દારુના સેવનની જેમ સામાન્ય થઈ ગયું છે. આમ જ ચાલતું રહ્યું તો આખી ઈન્ડસ્ટ્રી ખરાબ થઈ જશે. તેમણે કહ્યું કે, ‘ડ્રગ્સનું સેવન હવે એવું થઈ ગયું છે જેવું થોડા સમય પહેલા દારુનું હતું. દારુ સરળતાથી મળી જતો હતો અને ઘણી પાર્ટીઓ થતી હતી. મેં પણ દારુ પીવાની ભૂલ કરી. જ્યારે મને સમજાયું કે, દારુ મારા ટેલેન્ટ અને ક્રિએટિવિટીને ખતમ કરી રહ્યો છે

તો મેં પીવાનો છોડી દીધો. જોની લીવરે આગળ વાત કરતાં કહ્યું કે, ‘આ પેઢીના ક્રિએટિવ લોકો ડ્રગ્સનું સેવન કરીને સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જરા વિચારો કે તમે ઝડપાઈ ગયા તો તમારા પરિવાર શું વિતશે. તે લોકોને કેવું લાગશે જે તમારી સ્ટોરીને ન્યૂઝ ચેનલો પર જોઈ રહ્યા છે. જો ડ્રગ્સનું ચલણ આ રીતે ચાલતું રહ્યું તો પછી આપણી ઈન્ડસ્ટ્રી ખરાબ થઈ જશે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.